Gandhinagar News: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ જુદી-જુદી પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. GPSCએ 450 જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. STI (State Tax Inspector) ની ભરતીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે એમાં પણ 300 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય નાયબ બાગાયત નિયામક ક્લાસ – 1, જુનિયર ટાઉન પ્લાનર, આસીસ્ટન્ટ મેનેજર ક્લાસ – 3 સહિતની વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
કુલ 18 પોસ્ટ પર 450 ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આવતી કાલ 12 ઓગસ્ટથી અરજી કરી શકાશે, જયારે 31 ઓગસ્ટ અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે. આ જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે.
એપ્લિકેશન કેવી રીતે કરવી?
સૌથી પહેલા https://gpsc.gujarat.gov.in/ ની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે.
પછી Latest Updates પર ક્લિક કરો.
https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો.
પછી જરૂરી વિગતો ભરો, ફોટો અને સહી જેવી વિગતો માંગવામાં આવે, એ ભરો.
ફોર્મ સબમિટ કરો અને એપ્લિકેશન કરવાની ફી ચૂકવો.
ત્યારબાદ આગળ જરૂર પડે તો કામ લાગે એ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢી લેવી.
આ પણ વાંચો: મહેસાણામાં EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ થતા પરિવારનો અભૂતપુર્વ બચાવ
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….
આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ