રાજકોટ,
રાજકોટમાં કોંગ્રેસના વોર્ડ નં. 13ના બાગી કોર્પોરેટર નિતીન રામાણીએ રાજીનામું ધરી દીધુ છે. તે ભાજપમાં જોડાઇ તેવી ચર્ચાઓ વહેતી થઇ છે.
જો કે હાલ તેમણે કોઇ સ્પષ્ટતા કરી નથી. સમય આવ્યે જોયું જશે તેવી વાત કરી હતી. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વ્હિપ હોવા છતાં હાજર ન રહેતા અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ પક્ષ વિરોધી કાર્યવાહી કરી હતી.

થોડા સમય પહેલા નીતિન રામાણીના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસમાં હોવા છતાં ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા કોર્પોરેટરે ભાજપામાં જવાનું મન બનાવી લીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
