Not Set/ રાજકોટના 10 પેટ્રોલ પંપ પર પુરવઠા વિભાગના દરોડા

રાજકોટમાં 10 જેટલા પેટ્રોલ પંપ પર પુરવઠા વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા શુક્રવારે જિલ્લાના વિવિધ પેટ્રોલ પંપો પર દરોડા પાડી ગુણવત્તા, જથ્થા સહિત સીસીટીવીની ચકાસણી કરી હતી. મહત્વનું છે કે, રાજ્યના પુરવઠા વિભાગની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારીએ પેટ્રોલ પંપોની ચકાસણીની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં આશુતોષ પેટ્રોલ પંપ, માલિયાસણ ખાતે આવેલા બંસલ […]

Top Stories
rajkot.2 રાજકોટના 10 પેટ્રોલ પંપ પર પુરવઠા વિભાગના દરોડા

રાજકોટમાં 10 જેટલા પેટ્રોલ પંપ પર પુરવઠા વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા શુક્રવારે જિલ્લાના વિવિધ પેટ્રોલ પંપો પર દરોડા પાડી ગુણવત્તા, જથ્થા સહિત સીસીટીવીની ચકાસણી કરી હતી.

મહત્વનું છે કે, રાજ્યના પુરવઠા વિભાગની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારીએ પેટ્રોલ પંપોની ચકાસણીની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં આશુતોષ પેટ્રોલ પંપ, માલિયાસણ ખાતે આવેલા બંસલ પેટ્રોલ પંપ સહિતના પેટ્રોલ પંપ પર પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. રાજકોટમાં 10 જેટલા પેટ્રોલ પંપ પર પુરવઠા વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા હોવાની માહિતી મળી છે.

જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા શુક્રવારે જિલ્લાના વિવિધ પેટ્રોલ પંપો પર દરોડા પાડી ગુણવત્તા, જથ્થા સહિતની ચકાસણી કરવામાં આવી હતી. રાજ્યના પુરવઠા વિભાગની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારીએ પેટ્રોલ પંપોની ચકાસણી ઝુંબેશ હાથ ધરાઇ હતી

rajkot1 રાજકોટના 10 પેટ્રોલ પંપ પર પુરવઠા વિભાગના દરોડા

સરધાર ખાતે આશુતોષ પેટ્રોલ પંપ, માલિયાસણ ખાતે બંસલ પેટ્રોલ પંપ, અમદાવાદ હાઈવે, ભાવનગર હાઈવે, શાપર સહિતના પંથકોમાં પુરવઠા વિભાગે દરોડા પાડયા છે.  મામલતદાર , નાયબ મામલતદાર અને તલાટી સહિતના અધિકારીઓએ પેટ્રોલ પંપ પર દરોડા પાડયા છે. પેટ્રોલ પંપ પર વેંચાણ કરાતા પેટ્રોલ-ડિઝલ સહિતના જથ્થાનો તાળો મેળવી ગુણવત્તાની ચકાસણી હાથ દરી હતી.

rajkot3 રાજકોટના 10 પેટ્રોલ પંપ પર પુરવઠા વિભાગના દરોડા

મામલતદાર આર, પી, જાની કહ્યું કે, રાજકોટ ડિવિઝનના અલગ અલગ પ્રેટોલપંપ પર  20 થી વધુ અધિકારીઓને મોકલ્યાં છે.. આ અધિકારીઓ પ્રેટોલના જથ્થાની ચકાસણી કરશે, તેમાં પ્રેટોલની ક્વોલિટી, ફાયરસેફ્ટીના સાધનો અપડેટ છે કે નહિ, સીસીટીવી સરખી રીતે કામ કરે છે કે નહી. તેવી ચકાસણી કરવામાં આવી રહી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નીકળશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે.