Not Set/ ૨૭ હજાર કરોડ રૂ.નું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા GCMMFના ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી

અમદાવાદ, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેન પદે કોંગ્રેસ માંથી છેડો ફાડી ભાજપમાં જોડાયેલા રામસિંહ પરમારની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત ફેડરેશનના વાઈસ ચેરમેન પદે જેઠાભાઇ ભરવાડની વરણી કરવામાં આવી છે. નોધનીય છે કે, આ પહેલા GCMMFની ચુંટણીમાં વાવ બેઠક પરથી હારેલા પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રામસિંહ પરમાર વચ્ચે […]

Top Stories

અમદાવાદ,

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેન પદે કોંગ્રેસ માંથી છેડો ફાડી ભાજપમાં જોડાયેલા રામસિંહ પરમારની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત ફેડરેશનના વાઈસ ચેરમેન પદે જેઠાભાઇ ભરવાડની વરણી કરવામાં આવી છે. નોધનીય છે કે, આ પહેલા GCMMFની ચુંટણીમાં વાવ બેઠક પરથી હારેલા પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રામસિંહ પરમાર વચ્ચે ભારે રસાકસી હતી પણ આખરે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાની હાજરીમાં રામસિંહ પરમારની ચેરમેનપદે પસંદગી કરાઈ છે.

મહત્વનું છે કે, GCMMF એ ગુજરાતના ૧૮ મંડળીઓનું એક જોડાણ છે અને તેનું વાર્ષિક ટર્ન ઓવર 27 હજાર કરોડ રૂપિયા છે. રાજ્યમાં શ્વેતક્રાંતિ લાવવાનો શ્રેય ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને ફાળે જાય છે. ત્યારે આ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પુરી થતાં આજે ચૂંટણી હાથ ધરાઇ છે હતી જેમાં ભાજપના જ બાહુબલીઓમાં ભારે જંગ સર્જાયો હતો અને અંતે આ લડાઈમાં રામસિંહ પરમાનની જીત થઈ હતી.

આ અંગે વધુમાં જણાવતા કેબિનેટ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ફેડરેશનના તમામ ૧૮ ચેરમેન GCMMFના ચેરમેન બનવાની લાયકાત ધરાવે છે. અઢી વર્ષની મુદત પૂરી થયા બાદ પાર્ટીએ આ જવાબદારી મને સોપી હતી અને તમામ ચર્ચા વિચારણાને અંતે વરિષ્ટ નેતા રામસિંહ પરમારની ચેરમેન અને જેઠાભાઈ ભરવાડની વાઈસ ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી છે.