Not Set/ Video : ગુજરાતના સૌથી મોટા ઉત્સવ “રણોત્સવ”ની થઇ શરૂઆત

ગુજરાતના સૌથી મોટા અને કાચબા આકારમાં પથરાયેલા કચ્છ જિલ્લામાં ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ રણોત્સવ મનાવવામાં આવે છે. રણોત્સવ એટલે કે રણમાં થતો ઉત્સવ. અહીં દુર દુર સુધી મીઠાના અગરો શિયાળામાં સુકાઇ જાય છે અને સફેદ ચાદરમાં ફેરવાઇ જાય છે. જેની પર ચાંદની રાતનો અજવાશ પથરાતાં સફેદ રણનો અદભૂત નજારો જોવા મળે છે. કચ્છમાં આવેલા ધોરડોથી […]

Top Stories Gujarat Others

ગુજરાતના સૌથી મોટા અને કાચબા આકારમાં પથરાયેલા કચ્છ જિલ્લામાં ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ રણોત્સવ મનાવવામાં આવે છે. રણોત્સવ એટલે કે રણમાં થતો ઉત્સવ. અહીં દુર દુર સુધી મીઠાના અગરો શિયાળામાં સુકાઇ જાય છે અને સફેદ ચાદરમાં ફેરવાઇ જાય છે.

જેની પર ચાંદની રાતનો અજવાશ પથરાતાં સફેદ રણનો અદભૂત નજારો જોવા મળે છે. કચ્છમાં આવેલા ધોરડોથી આ રણોત્સવની શરૂઆત થાય છે. અહીંનું અફાટ, અસીમ રણ આંખોમાં કાયમી યાદગાર બની રહે છે.

રણોત્સવ 1લી નવેમ્બરથી શરૂ થાય છે અને ફેબ્રુઆરી માસમાં સમાપ્ત થાય છે. રણોત્સવમાં વિશેષ નજારો જોવો હોય તો ફુલ મુન એટલે કે પૂનમ અને એની આસપાસના દિવસોમાં અહીંનો નજારો અદ્ભૂત જોવા મળે છે. આ ઉપરાંત અહીંની ભાતીગળ ઓળખના પણ દર્શન થાય છે અને અહીંના સ્થાનિક ભોજનનો પણ સ્વાદ માણી શકાય છે.