ગુજરાત રાજય ના આરોગ્ય વિભાગ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને બીમારી દરમિયાન સારી અને મફત સારવાર મળે તેમાટે કરોડો ના ખર્ચે હોસ્પિટલો તો બનાવી પરંતુ આ હોસ્પિટલો માં જો ડોક્ટર કે લેબ ટેકનેશિયન કે ફાર્મસીસ્ટં ના હોય તો દર્દીઓ ને ભારે હાલાકી વેઠવા નો વારો આવે છે અને બહાર પ્રાઇવેટમાં રૂપિયા ખર્ચી સારવાર કરાવવી પડે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ પીએચસી અને સીએચસી સેન્ટરોની મુલાકાત લીધી હતી. જેમાં કેટલાક સેન્ટરોમાં ડોક્ટરોની ઘટ જોવા મળી તો કેટલાક સેન્ટરોમાં લેબ ટેકનેશિયન તો કેટલાક પીએચસી અને સીએચસી સેન્ટરોમાં ફાર્મસીસ્ટંની જગ્યાઓ ખાલી જોવા મળી.

અરવલ્લી જિલ્લો સરહદી જિલ્લો છે. જિલ્લામાં વસતા મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. આં જિલ્લામાં બક્ષીપંચ અને આદિવાસી વસ્તી વધુ છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોક ને સારી સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 36 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 8 સામુહિક આરોગ્ય કેન્દ્રો બનાવ્યા છે.

આ આરોગ્ય કેન્દ્રોમાં સારવારને લગતા અદ્યતન સાધન સામગ્રી પણ ઉપલબ્ધ કરાઈ છે. સારી લેબોરેટરી પણ બનાવાઈ છે. પરંતુ આ તમામ સગવડોનો ઉપયોગ જેના દ્વારા દર્દીઓના દર્દ દૂર કરવા જરૂરી છે. એવા ડોક્ટરો લોહી પરીક્ષણ કરી શકે એવા લેબટેકનેશિયાન અને દર્દીઓ ને દવા માટે ફાર્માસીસ્ટં ની ઘટ છે.

જેના કારણે ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓને પીએચસી કે સીએચસી સેન્ટરોમાં મફત સારવાર લઇ શકતા નથી અને પ્રાઇવેટ હોસ્પિટલો માં સારવાર અર્થે જવું પડે છે. જે ગ્રામ્ય વિસ્તાર ના પ્રજાજનોને આર્થિક રીતે પરવડે તેમ નથી. આથી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જ્યાં ડોક્ટર નથી. ત્યાં ડોક્ટરની જગ્યા ભરવામાં આવે તેમજ જે જે સેન્ટરો પર લેબટેકનેશિયન નથી કે જ્યાં ફાર્માસીસ્ટ નથી. તે તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે. જેથી સરકાર દ્વારા કરોડો ના ખર્ચે બનાવેલી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોનો સાચા અર્થમાં પ્રજાજનો લાભ લઇ શકે.

આરોગ્ય વિભાગ દ્વારા જ્યાં આદિવાસી વસ્તી વધુ છે. ત્યાં કોટેજ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને ત્યાં ટ્રાયબલ વિસ્તાર ને કારણે આરોગ્યલક્ષી સ્પેશિયલ સુવિધાઓ ઉભી કરાઈ છે. આવી ભિલોડા કોટેજ હોસ્પિટલની મુલાકાત લેતા આ હોસ્પિટલ માં ફિઝીશિયન અને સર્જનની કુલ 8 જગ્યાઓ ની ઘટ છેલ્લા 7 વર્ષથી છે.
સાત વર્ષ થી એકજ ડોક્ટર સેવા આપી રહ્યા છે. ત્યારે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પણ ડોક્ટરોની ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી ડોક્ટર માંગ કરી રહ્યા છે. ભિલોડા માં વર્ગ 2 ની 1 જયારે વર્ગ – 3 ની 10 જગ્યાઓ ખાલી છે, જયારે વર્ગ – ૪ ની કુલ 4 જગ્યાઓ ખાલી છે. આમ આદિવાસી વિસ્તાર એવા ભિલોડામાં આવેલ કોટેજ હોસ્પિટલમાં ખાલી તમામ જગ્યાઓ ભરવામાં આવે એવી માંગ રહેલી છે.

જિલ્લા ઓછી વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ કુલ 36 પીએચસી સેન્ટરોમાંથી હાલ 6 સેન્ટરોમાં મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે, એ સિવાયની પણ જે મહેકમ ઓછું છે. તે બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ વિગતો આપી હતી. આમ અરવલ્લી જિલ્લામાં આવેલ પીએચસી અને સીએચસી સેન્ટરોમાં ડોક્ટરો લેબ ટેકનેશિયન ફાર્મસીસ્ટ અને અન્ય વહીવટી સ્ટાફની કમીને કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો.
