Not Set/ મોદી-જેટલીની જોડી ભાગલાવાદની રાજનીતિ આપવામાં રહી સફળ : રાહુલ ગાંધી 

આગામી નાણાકીય વર્ષમાં દેશની કુલ GDP માં અનુમાનિત ઘટાડા અંગે કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલી પર નિશાન સાધ્યું હતું. શનિવારે રાહુલ ગાંધીએ દેશની GDP ના આગામી આંકડાને લઇ કરેલા ટ્વીટ દ્વારા “જીડીપીને એક ભાગલાવાદની રાજનીતિની’” સંજ્ઞા આપી હતી. રાહુલ ગાંધીએ મોદી અને જેટલીની જોડી પર નિશાન સાધતા જણાવ્યું, “નાણામંત્રી […]

India

આગામી નાણાકીય વર્ષમાં દેશની કુલ GDP માં અનુમાનિત ઘટાડા અંગે કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલી પર નિશાન સાધ્યું હતું. શનિવારે રાહુલ ગાંધીએ દેશની GDP ના આગામી આંકડાને લઇ કરેલા ટ્વીટ દ્વારા “જીડીપીને એક ભાગલાવાદની રાજનીતિની'” સંજ્ઞા આપી હતી.

રાહુલ ગાંધીએ મોદી અને જેટલીની જોડી પર નિશાન સાધતા જણાવ્યું, “નાણામંત્રી અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીનિયસ જોડીએ દેશને એક સફળ ભાગલાવાદની રાજનીતિ આપી છે”.

આ સાથે રાહુલ ગાંધીએ તાજેતરના નાણાકીય વર્ષેને લઈ કેટલાક આંકડા પર રજૂ કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું, “નવી રોકાણનીતિ છેલ્લા ૧૩ વર્ષોમાં નીચલા સ્તર પર છે. સાથે સાથે બેંક ક્રેડીટ વૃદ્ધિ ૬૩ વર્ષમાં નીચલા સ્તરે છે. તેમજ રોજગારીનું સર્જન પણ છેલ્લા ૮ વર્ષોમાં સૌથી ઓછું રહ્યું છે. આ ઉપરાંત તેઓએ દાવો કર્યો કે, પણ દાવા કરે છે કે મહેસુલી ખોટ છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધારે છે.