Not Set/ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને જોવા માટે તમારે આટલાં રૂપિયા ખર્ચવા પડશે

અમદાવાદ: સરદાર પટેલની જન્મજયંતિ એટલે કે 31 મી ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું અનાવરણ કરવામાં આવ્યું છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણના સમાચારની સાથે જ કેવડિયા વિશ્વ ફલક પર ચમકી ગયું છે. સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના અનાવરણની સાથે સાથે કેવડિયા ખાતે પ્રવાસનને વેગ મળે તે માટેના તમામ પ્રયાસો […]

Top Stories Gujarat Others Trending
To see the 'Statue of Unity' you have to spend this much money

અમદાવાદ: સરદાર પટેલની જન્મજયંતિ એટલે કે 31 મી ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું અનાવરણ કરવામાં આવ્યું છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણના સમાચારની સાથે જ કેવડિયા વિશ્વ ફલક પર ચમકી ગયું છે.

સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના અનાવરણની સાથે સાથે કેવડિયા ખાતે પ્રવાસનને વેગ મળે તે માટેના તમામ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેનાર દરેક વ્યક્તિએ તેને જોવા માટે નિયત કરેલી ચોક્કસ રકમની ફી ચુકવવી પડશે.

To see the 'Statue of Unity' you have to spend this much money
mantavyanews.com

ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે કેવડિયા ખાતે ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે. આ ટેન્ટ સિટીનું પણ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ટેન્ટ સિટીમાં રહેવા માટે લોકોએ તે અંગે નિયત કરેલી જરૂરી ફી ચુકવવી પડશે.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે રૂ. 500 સુધીનો ખર્ચ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવનારા લોકોએ રૂ. 500 સુધીનો ખર્ચ કરવો પડશે. નિયત સ્થળેથી લાવવા અને લઇ જવા માટે બસની ટિકિટ જીએસટી સાથે રૂ. 30 ચુકવવી પડશે. જ્યારે પ્રદર્શનીમાં જવા માટેની પ્રવેશ ફી પેટે રૂ. 120 ચુકવવા પડશે.

12 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિ (બાળકો) માટે પ્રવેશ ફી રૂ. 60 રહેશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પ્રતિમાની ગેલેરી સુધી જવા માંગશે તો તે માટે રૂ. 300/ની ફી અલગથી ચૂકવવી પડશે.

To see the 'Statue of Unity' you have to spend this much money
mantavyanews.com

182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમામાં 135 મીટરની ઊંચાઈ પર પ્રતિમાની છાતીના ભાગે વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીમાંથી આસપાસમાં આવેલા સરદાર સરોવર ડેમ, વિંધ્યાચળ પર્વતની મનોહર ગિરિમાળા અને ઝરવાણી ધોધ વગેરે જોવાનો લ્હાવો લોકો માણી શકાશે.