Not Set/ સ્યુસાઇડ નોટ લખી ગાયબ થઇ જનાર પોલિસ કોન્સ્ટેબલ હાજર થયો,ધરપકડ કરાઇ

અમદાવાદ, અમદાવાદમાં પોલિસ સ્ટેશનમાંથી ગાયબ થયેલો કોન્સ્ટેબલ નાટ્યાત્મક રીતે હાજર થયો હતો.શહેરના નવરંગપુરા પોલિસ સ્ટેશનમાંથી બે પોલિસ કોન્સ્ટેબલો સ્યુસાઇડ નોટ લખી ગાયબ થઇ ગયા હતા,જેની ખાસી ચર્ચાઓ ચાલી હતી.ગાયબ થયેલો એક પોલીસ કોન્સ્ટેબલ  નાટ્યાત્મક રીતે હાજર થયો અને પોલીસે તેની ઘરપકડ કરી હતી. નવરંગપુરા પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલિસ કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ અને તેના સહકર્મી […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં પોલિસ સ્ટેશનમાંથી ગાયબ થયેલો કોન્સ્ટેબલ નાટ્યાત્મક રીતે હાજર થયો હતો.શહેરના નવરંગપુરા પોલિસ સ્ટેશનમાંથી બે પોલિસ કોન્સ્ટેબલો સ્યુસાઇડ નોટ લખી ગાયબ થઇ ગયા હતા,જેની ખાસી ચર્ચાઓ ચાલી હતી.ગાયબ થયેલો એક પોલીસ કોન્સ્ટેબલ  નાટ્યાત્મક રીતે હાજર થયો અને પોલીસે તેની ઘરપકડ કરી હતી.

નવરંગપુરા પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલિસ કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ અને તેના સહકર્મી જીગર સોલંકી અચાનક પોલિસ સ્ટેશનમાંથી ગાયબ થઇ ગયા હતા.આ કોન્સ્ટેબલોએ પોલિસ ઇન્સેપેક્ટર પર માનસિક ત્રાસનો આરોપ મુકી આપઘાત કરવાની ચીમકી આપી હતી.

જો કે પાછળથી એવું સામે આવ્યું હતું કે બંને પોલિસકર્મી કોઇ કેસમાં 2 લાખનો તોડ કરવાની ફિરાકમાં હતા અને તેમની સામે પોલિસ ફરિયાદ પણ થઇ હતી.આ તપાસથી બચવા માટે  કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી સ્યુસાઈડ નોટ લખી ફરાર થઈ ગયા હતા.

કૌશલ ભટ્ટ કે જેણે પોતાના અન્ય બે સાથીઓ સાથે મળી 2 લાખનો તોડ કર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

પોલીસે કૌશલ ભટ્ટની  ધરપકડ કરી પુછપરછ શરૂ કરી હતી.તોડના 2 લાખ કોની પાસે છે, તોડ કાંડમાં અન્ય ત્રીજો વ્યક્તિ કોણ છે, અને સ્યુસાઈડ નોંટ લખ્યા બાદ બન્ને પોલીસ કર્મી ક્યાં ગયા હતા. તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન