Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં શુક્રવારે ECની બેઠક મળી હતી.આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.જેમાં એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કો-ઓર્ડિનેટર પ્રોફેસર કમલજીત લખતરિયાને 17 કરોડની ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત સમાજવિદ્યા ભવનના પ્રોફેસર વિપુલ પટેલ સામે વધુ એક ચાર્જસીટ ફાઇલ કરવામાં આવી છે. જ્યારે બીબીએ અને બીસીએમાં 750 સીટનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ અને સરકારી કોલેજમાં ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરવામાં આવ્યા છે. જે કોર્સ અંગે હવે રાજ્ય સરકારે પણ રસ દાખવીને આ કોર્સમાં 50% ફીમાં રાહત આપવા નિર્ણય કર્યો છે. 50 જેટલા કોર્સમાં વિદ્યાર્થીઓને ફીમાં 50 ટકા સબસીડી મળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી
આ પણ વાંચો: ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સમાં સ્થાન પામ્યું
આ પણ વાંચો: અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકી જિંદગી હારી