Not Set/ શાકભાજીના ભાવ આસમાને-ગરીબોની કસ્તુરી ડૂંગળીનો ભાવ ઉંચકાયો

ઠંડીનુ ધીમીગતિએ આગમન થઈ રહ્યુ છે.એવા સમયે શાકભાજીના ભાવ આસમાને વિહરી રહ્યા છે. ખાસ કરીને ગરીબોની કસ્તુરી ગણાતી ડૂંગળી અને ટમેટાના ભાવ ઉંચકાતા આમજનતાની હેરાનગતિમાં વધારો થયો છે. શાકભાજીના એક વેપારીએ જણાવ્યુ કે, શાકભાજીના પરિવહનમાં કેટલીક તકલીફો ઉભી થતા અછત સર્જાઈ છે અને ભાવમાં ઉછાળો આવ્યો છે. શિયાળાની હજુ જોઈએ એવી જમાવટ થઈ નથી એવા […]

Business

ઠંડીનુ ધીમીગતિએ આગમન થઈ રહ્યુ છે.એવા સમયે શાકભાજીના ભાવ આસમાને વિહરી રહ્યા છે. ખાસ કરીને ગરીબોની કસ્તુરી ગણાતી ડૂંગળી અને ટમેટાના ભાવ ઉંચકાતા આમજનતાની હેરાનગતિમાં વધારો થયો છે.

શાકભાજીના એક વેપારીએ જણાવ્યુ કે, શાકભાજીના પરિવહનમાં કેટલીક તકલીફો ઉભી થતા અછત સર્જાઈ છે અને ભાવમાં ઉછાળો આવ્યો છે. શિયાળાની હજુ જોઈએ એવી જમાવટ થઈ નથી એવા સમયે શાકભાજીમા ભાવ ઠંડી ઉડાડી મૂકે એવો વધારો થયો છે.

જેમાં ડૂંગળી સામાન્ય રીતે 5 થી 10 રૃપિયાનાં ભાવે મળતી હતી. તે અત્યારે 50 થી 60 રૃપિયે કિલોના ભાવે પહોંચી છે. તો તમામ શાકભાજીમાં મસાલાની સાથે ઉપયોગમાં લેવાતા ટમેટાનો ભાવ 10 માંથી સીધો 70, 80 રૃપિયે કિલો થઈ ગયો છે. બીજી તરફ શાકભાજી સાથે વિનામૂલ્યે મળતા આદુ, કોથમીર, મરચા મોંઘા થયા છે