રાજ્યમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઇ રહી છે. છેલ્લા બે દિવસમાં લધુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. શુક્રવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાનમાં 15.9 ડિગ્રી નોધાયું હતું.
શહેરમાં મોડી રાત્રે ઠંડો પવન ફૂકાતા લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનો વારો આવ્યો હતો. જો, કે હવે ઠંડીમાં દિવસેને દિવસે વધારો જોવા મળતા હવે રાત્રી સિવાય દિવસે પણ લોકો ગરમ વસ્ત્રો પહેરીને ફરતા જોવા મળી રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.
મહત્વનું છે, કે ઠંડીની શરૂઆત ડિસેમ્બર પહેલા જ થઇ જતી હોય છે. ડિસેમ્બરમાં ભયંકર ઠંડી પડતી હોય છે. ત્યારે શુક્રવારે નલિયા 13 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોધાયું હતું.
શુક્રવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15.9 ડિગ્રી, ગાંધીનગરનું 15 ડિગ્રી, સુરેન્દ્રનગર 18 ડિગ્રી, કંડલા પોર્ટનું 15.5 ડિગ્રી, કંડલા એરપોર્ટનું 14.2 ડિગ્રી નોંધાયું હતું.
