oath ceremony/ નવ નિયુક્ત 8 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કરી, અક્ષય પટેલને અલગથી શપથ લેવડાવી….  

ગુજરાત વિધાનસભાના આઠ ધારા સભ્યોએ આજ રોજ લાભ પાંચમના દિવસે શપથ વિધિ પૂર્ણ કરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી , ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે પહોચ્યા હતા.

Top Stories Gujarat Others

ગુજરાત વિધાનસભાના આઠ ધારા સભ્યોએ આજ રોજ લાભ પાંચમના દિવસે શપથ વિધિ પૂર્ણ કરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી , ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે પહોચ્યા હતા. જયારે નવ નિયુક્ત ધારાસભ્ય અક્ષય પટેલની તબિયત નાદુરસ્ત ને કારણે  આવી શક્ય નાં હતા.

પ્રદેશ ભાજપના હોદ્દેદારો પહોંચ્યા વિધાનસભા પરિસરમાં પહોચ્યા હતા. જેમાં ભીખુ દલસાનિયા, કે. સી. પટેલ, ભાર્ગવ ભટ્ટ  વિગેરે પણ હાજર રહ્યા હતા. જયારે અક્ષય પટેલને તેમની  નાદુરસ્ત તબિયત ને ધ્યાનમાં રાખીને વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ચેમ્બરમાં તેમને શપથ લીધા હતા.

આજે લાભ પાચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યો ધારાસભ્યપદની શપથ વિધિ યોજાઈ હતી. વિધાનસભા અધ્યક્ષ સમક્ષ 12:39 મિનિટે નવા ચૂંટાયેલા સાત ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ગુજરાત વિધાન સભામાં ભાજપ પાસે હવે 111 ધારાસભ્યોનું સંખ્યાબળ થયું છે.

હાલમાં કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે તો એનસીપી 1 બિટીપી 2 અને 1 અપક્ષ  જયારે દ્વારકા અને મોરવાહડફ ની 2 બેઠક ખાલી છે. મોરવા હદફ અને દ્વારકા બને બેઠક નો કોર્ટ માં કેસ ચાલતો હોવાથી ખાલી છે.