Not Set/ અ’વાદ: શકમંદ વ્યક્તિનું પોલીસ કસ્ટડીમાં મોત,ચોરીના ગુનામાં યુવકને પૂછપરછ માટે લવાયો હતો

અમદાવાદ, અમદાવાદમાં શકમંદ વ્યક્તિનું બોપલ એલસીબી કચેરીની પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું.ચોરીનાં ગુનામાં યુવકને પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. વહેલી સવારે યુવકે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી.કસ્ટોડિયલ ડેથની ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.યુવક પર ટ્રક તોડીને પાર્સલની ચોરી અંગે ગુનો નોંધાયો હતો. પરિવારજનોનો આરોપ છે કે, પોલીસના મારથી શુરભા ઝાલાનું મોત છું. […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં શકમંદ વ્યક્તિનું બોપલ એલસીબી કચેરીની પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું.ચોરીનાં ગુનામાં યુવકને પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો.

વહેલી સવારે યુવકે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી.કસ્ટોડિયલ ડેથની ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.યુવક પર ટ્રક તોડીને પાર્સલની ચોરી અંગે ગુનો નોંધાયો હતો.

 મળતી માહિતી પ્રમાણે શુરભા ઝાલાને પોલીસે ચોરીના આરોપમાં પકડ્યો હતો. જેની પૂછપરછ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોપલમાં લાવવામાં આવ્યો હતો.

પરિવારજનોનો આરોપ છે કે, પોલીસના મારથી શુરભા ઝાલાનું મોત છું.  ચોરીના આરોપી શુરભા ઝાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.