Not Set/ નાનાજી કાલિદાસ મહેતાના પુત્ર ધીરેન્દ્રભાઇનું 96 વર્ષની વયે દુખદ નિધન  

સંસ્કાર પુરુષ ધીરેન્દ્રભાઇ મહેતાનું દુખદ નિધન થયું છે. ટુંકી માંદગી બાદ મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. જેને લઇને આર્ય કન્યા ગુરુકુળ પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. મહત્વનું છે કે ધીરેન્દ્રભાઇનું ગુજરાતનાં ઔદ્યોગિક ક્ષેત્રે અનોખું યોગદાન રહેલું છે.મહિલા વિકાસ ગૃહ ટ્રસ્ટનાં ચેરમેન પદે પણ તેમણે સેવા આપી છે. ઉપરાંત પોરબંદર ચેમ્બર […]

Gujarat Others

સંસ્કાર પુરુષ ધીરેન્દ્રભાઇ મહેતાનું દુખદ નિધન થયું છે. ટુંકી માંદગી બાદ મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. જેને લઇને આર્ય કન્યા ગુરુકુળ પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

મહત્વનું છે કે ધીરેન્દ્રભાઇનું ગુજરાતનાં ઔદ્યોગિક ક્ષેત્રે અનોખું યોગદાન રહેલું છે.મહિલા વિકાસ ગૃહ ટ્રસ્ટનાં ચેરમેન પદે પણ તેમણે સેવા આપી છે. ઉપરાંત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખપદે પણ ધીરેન્દ્રભાઇ મહેતા સેવા આપી ચુકયા હતા.

નાનજી કાલિદાસનાં પુત્ર ધીરેન્દ્રભાઇ મહેતાનું 96 જૈફ વયે મુંબઇ ખાતે દુખદ નિધન થતાં તેમનાં પ્રશંસકો અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આવતીકાલે ધીરેન્દ્રભાઇ મહેતાનાં પાર્થિવદેહને માદરે વતન પોરબંદર લાવવામાં આવશે જયાં તેમનાં પાર્થિવદેહને દર્શનાર્થે  મુકવામાં આવશે.બાદમાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.