Not Set/ ગંજેરી ગુજરાત/ યુવાધનને બરબાદ કરતું નશીલા પદાર્થનું રાજ્ય વ્યાપી કૌભાંડ, 18 કિલો ગાંજો જપ્ત

દારૂ પરનું દંગલ શાંત થયું નથી ત્યાં ગુજરાત માં થી રોજે રોજ ગંજા નો જથ્થો ઝડપાઇ રહ્યો છે. આજ ની યુવાપેઢી કયા કારણોસર નશાની દુનિયામાં ડૂબી રહી છે. અને આટલી મોટી સંખ્યામાં નશીલા દ્રવ્યો ગુજરાતમાં આવે ક્યાં થી છે..? શું કોઈની મીઠી રહેમ નજર હેઠળ આ માદક પદાર્થનો જથ્થો ગુજરાતમાં ઠાલવવા  આવે છે..? હજુ ગઈ […]

Ahmedabad Gujarat
ગાંજો 1 ગંજેરી ગુજરાત/ યુવાધનને બરબાદ કરતું નશીલા પદાર્થનું રાજ્ય વ્યાપી કૌભાંડ, 18 કિલો ગાંજો જપ્ત

દારૂ પરનું દંગલ શાંત થયું નથી ત્યાં ગુજરાત માં થી રોજે રોજ ગંજા નો જથ્થો ઝડપાઇ રહ્યો છે. આજ ની યુવાપેઢી કયા કારણોસર નશાની દુનિયામાં ડૂબી રહી છે. અને આટલી મોટી સંખ્યામાં નશીલા દ્રવ્યો ગુજરાતમાં આવે ક્યાં થી છે..? શું કોઈની મીઠી રહેમ નજર હેઠળ આ માદક પદાર્થનો જથ્થો ગુજરાતમાં ઠાલવવા  આવે છે..?

હજુ ગઈ કાલે જ ગુજરાતનાં પાટણ,  કચ્છ અને સુરતમાં થી ગાંજો મળી આવ્યો હતો, હદ તો ત્યાં થાય છે કે પાટણ ખાતે તો રીતસર ગાંજનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો આજે અમદાવાદ માં થી પણ 18 કિલો જેટલો ગંજનો જથ્થો મળી આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદનાં અનુપમ સિનેમા વિસ્તારમાં થી આ ગાંજા નો જથ્થ્તો મળી આવ્યો છે. અનુપમ સિનેમા નજીક મન્સુરીની ચાલી માંથી ગાંજો ઝડપાયો છે. SOG ક્રાઇમબ્રાન્ચે રેડ કરી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અને ગાંજો વેચતા પિતા-પુત્ર ની ધરપકડ કરી છે.

SOG ક્રાઇમબ્રાન્ચે કુલ રૂપિયા 1.82 લાખ ની કિંમતનો 18 કિલો ગાંજો જપ્ત કર્યો છે. અને જે અંગે પોલીસે હીરાલાલ કોષ્ટિ અને સુનિલ કોષ્ટિની પૂછપરછ હાથધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એકટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો ગાંજો/ પાટણઃ માંકા ગામના ખેતરમાંથી ઝડપાયા ગાંજાના છોડ

આ પણ વાંચો ગંજેરી ગુજરાત/ ઠેર ઠેર ખૂલે આમ વેચાતો ગાંજો, બિન્દાસ બન્યા ગાંજા સપ્લાયર  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.