Guru Pushya Nakshatra Transit 2026: જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ દેવગુરુ (Guru Pushya Yog)બૃહસ્પતિનું (Jupiter) નક્ષત્ર પરિવર્તન હંમેશાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચાંગની ગણતરી મુજબ, 18 June 2026, ગુરૂવારના પવિત્ર દિવસથી ગુરૂ ગ્રહ પુષ્ય નક્ષત્રમાં ગોચર (પ્રવેશ) કરવા જઈ રહ્યા છે. ગુરૂનું આ નક્ષત્ર ભ્રમણ આજે 18 August 2026 સુધી એટલે કે પૂરા 61 દિવસ સુધી રહેશે. સંયોગની વાત એ છે કે આ ગોચર ગુરૂવારના દિવસે જ શરૂ થઈ રહ્યું હોવાથી ‘ગુરુ પુષ્ય યોગ’ નો એક અત્યંત દિવ્ય અને અદભુત સમન્વય સર્જાઈ રહ્યો છે. આ મહાસંયોગમાં સોનું ખરીદવું, નવો બિઝનેસ શરૂ કરવો કે પ્રોપર્ટીમાં રોકાણ કરવું કાયમી લાભદાયી (સ્થાયી લક્ષ્મી) આપનારું માનવામાં આવે છે.
Guru Pushya Yog ગોચરના 4 મુખ્ય ચરણ
જ્યોતિષી પંડિતના જણાવ્યા અનુસાર, દેવગુરુ કર્ક રાશિમાં રહીને પુષ્ય નક્ષત્રના (Guru Pushya Yog)ચારેય ચરણોમાં આ રીતે ભ્રમણ કરશે:
પ્રથમ ચરણ: 18 June 2026 થી પ્રવેશ
દ્વિતીય ચરણ: 4 July 2026 થી પ્રવેશ
તૃતીય ચરણ: 19 July 2026 થી પ્રવેશ
ચોથું (અંતિમ) ચરણ: 3 August 2026 થી પ્રવેશ (18 ઓગસ્ટે આ નક્ષત્રમાંથી બહાર નીકળશે)
પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે જ્યારે તેના દેવતા ખુદ ગુરૂ ગ્રહ છે. શનિના નક્ષત્રમાં ગુરૂનો આ પ્રભાવ મકર અને કર્ક સહિતની નીચેની 5 ભાગ્યશાળી રાશિઓ માટે કિસ્મત ચમકાવનારો સાબિત થશે.
આ 5 રાશિઓની વધશે ધન-સમૃદ્ધિ
મિથુન રાશિ :(ક, છ, ઘ)
સ્થાયી લાભનો સંયોગ: તમારી રાશિથી બીજા (ધન) ભાવમાં આ યોગ બની રહ્યો છે. જેના લીધે તમને અણધાર્યા સ્ત્રોતોમાંથી મોટો આર્થિક લાભ થશે. જૂના ફાલતુ ખર્ચાઓ પર લગામ આવશે અને બેંક બેલેન્સ વધશે. વાણીના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં મોટી પ્રગતિ અને નવો વેપાર શરૂ કરવાના ઉત્તમ યોગ છે.
ઉપાય: ગુરૂવારે ચણાની દાળનું દાન કરવું.
કર્ક રાશિ : (ડ, હ)
સરકારી કાર્યોમાં ભવ્ય સફળતા: આ મહાયોગ તમારી જ રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે. સરકારી નોકરી કે કાનૂની કામોમાં અટવાયેલા લોકોને મોટી સફળતા મળશે. કરિયરમાં કોઈ મોટું અચીવમેન્ટ (સિદ્ધિ) હાંસલ થશે. તમારા જ્ઞાન અને માન-સન્માનમાં જબરદસ્ત વધારો થશે.
ઉપાય: ગુરૂવારે કેળાના વૃક્ષ પર હળદર અને ચણાની દાળ મિશ્રિત જળ અર્પણ કરવું.
મકર રાશિ : (ખ, જ)
વૈવાહિક જીવનમાં સુખની લહેર: ગુરૂ(Guru Pushya Yog) તમારી રાશિથી સાતમા ભાવમાં ગોચર કરશે અને તેની સપ્તમ દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે. આ 61 દિવસોમાં તમારા દાંપત્યજીવનમાં ખૂબ જ મધુર અને સકારાત્મક બદલાવ આવશે. ભાગીદારીના (Partnership) બિઝનેસમાં મોટો આર્થિક નફો થશે અને વેપારનો વિસ્તાર થશે. સસરા પક્ષ સાથેના સંબંધો સુધરશે.
ઉપાય: ગુરૂવારે ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીના 5 દીવા પ્રગટાવવા.
વૃશ્ચિક રાશિ : (ન, ય)
પ્રબળ ભાગ્યોદયના યોગ: તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં (નવમા ભાવ) આ શક્તિશાળી યોગ બની રહ્યો છે. પિતૃ પક્ષ અથવા પિતાની પ્રોપર્ટીથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. લાંબા અંતરની ધાર્મિક કે વ્યાપારિક યાત્રાઓ (Guru Pushya Yog) સફળ રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને મોટી સફળતા મળશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને સોનાના આભૂષણોની ખરીદી થશે.
ઉપાય: ગુરૂવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને કેળાનું દાન કરવું.
મીન રાશિ : (દ, ચ, ઝ, થ)
જમીન અને વાહન સુખની પ્રાપ્તિ:તમારી રાશિમાં શનિ વિરાજમાન છે અને પંચમ ભાવમાં આ યોગ (Guru Pushya Yog) બનવાથી તમને સ્થાયી સંપત્તિનો મોટો લાભ મળશે. નવો બિઝનેસ શરૂઆતમાં કઠિન લાગશે, પણ આગળ જતાં મોટો નફો આપશે. આ સમયગાળામાં તમે નવું વાહન કે પ્લોટ-મકાન ખરીદી શકો છો. કરિયરમાં બહુ મોટી તક હાથ લાગશે.
ઉપાય: ગુરૂવારે “ઓમ બૃં બૃહસ્પતયે નમઃ” અથવા “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રની 108 વાર માળા કરવી.
આ પણ વાંચો:27 જુલાઈથી શનિદેવની ઊંધી ચાલ શરૂ, આ 4 રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, ચમકી જશે કિસ્મત
આ પણ વાંચો: મોહ અને ભ્રમમાં ફસાયેલા અર્જુનને શ્રીકૃષ્ણે કેવી રીતે આપ્યું કર્તવ્યનું જ્ઞાન? વાંચો આ પ્રેરણાદાયી પ્રસંગ
આ પણ વાંચો: જ્યારે મન અશાંત હોય ત્યારે વાંચો શેઠ અને ગરીબ વૃદ્ધની આ વાર્તા, મળશે સાચી માનસિક શાંતિ





