Kapil sharma/ કપિલ શર્માના ફેન્સ માટે ખુશીના સમાચાર, જૂના પરિવાર સાથે નવા સરનામે ‘ધ કપિલશર્મા શો’ comeback

સોની ટીવી પરના કોમેડી શો ‘ધ કપિલશર્મા શો’ તમામ ઘરોમાં લોકપ્રિય છે. આ શોની દરેક સીઝન હિટ રહી છે. કપિલ આ શોના કારણે ઘેર-ઘેર જાણીતો બન્યો.

Trending Entertainment

કપિલ શર્મા કોમેડી કિંગ તરીકે વધુ પ્રખ્યાત બન્યો છે. સોની ટીવી પરના કોમેડી શો ‘ધ કપિલશર્મા શો’ તમામ ઘરોમાં લોકપ્રિય છે. આ શોની દરેક સીઝન હિટ રહી છે. કપિલશર્માની કોમિક સેન્સથી સામાન્ય માણસથી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા પણ તેના ફેન બન્યા છે. ‘ધ કપિલશર્મા શો’ આ દિવસોમાં ઓફ એર છે અને દર્શકો તેના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કપિલ શર્માના ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દર્શકો બહુ જલદી ‘ધ કપિલશર્મા શો’ જોઈ શકશે. જો કે તેનું સરનામું બદલાયું છે.

કપિલે તેના નવા શોની જાહેરાત કરી છે. તેના ટીવી પરના દર્શકો નિરાશ થશે કેમકે હવે કપિલનો શો સોની ટીવી પર જોવા ના મળતા તેના નવા ડેસ્ટિનેશન એટલે કે નેટફ્લિક્સ પર જોવા મળશે. જો કે, આ નવા સરનામા પર તેનો પરિવાર જૂનો જ રહેશે. એટલે કે આ શોનો અત્યારે પ્રોમો દેખાડવામાં આવે છે તેના નવા કોમેડી શોમાં અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક અને રાજીવ ઠાકુર જોવા મળશે. કપિલના આ નવા શોની જાહેરાતનો વીડિયો પણ ઘણો રસપ્રદ છે, જેમાં આ તમામ સ્ટાર્સ જોવા મળે છે.

કપિલ શર્મા 2013 થી સોની ચેનલ પર પોતાનો શો ‘ધ કપિલ શર્મા શો’ રજૂ કરી રહ્યો છે.આ શોમાં અત્યાર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અજય દેવગનથી લઈને રણબીર કપૂર, રણવીર સિંહ, અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, એ.આર.રહેમાન અને ભાગ્યે જ કોઈ શો પર જતા અરીજીત સિંગ જેવા તમામ લિજેન્ડ આ શોમાં હાજરી આપી ચૂકયા છે.

આ બીજી વખત હશે જ્યારે કપિલ નેટફ્લિક્સ સાથે શો લાવી રહ્યો છે. આ પહેલા કપિલ પણ આ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પોતાનો કોમેડી સ્ટેન્ડઅપ લાવ્યો હતો. કપિલના જૂના શો ‘ધ કપિલ શર્મા શો’માં સેલિબ્રિટીઓ તેમની ફિલ્મોના પ્રમોશન માટે આવતી હતી અને કપિલની ટીમ કોમેડી ગેગ્સ કરતી હતી. પરંતુ હવે તેના નવા શોનું ફોર્મેટ કેવું હશે? શું આ પણ ચેટ શો હશે? આ તમામ સવાલોના જવાબ કપિલ જ આપશે. જો કે, આ નવી શ્રેણી દાવો કરી રહી છે કે તે તમને નવી કોમેડી અને વધુ મનોરંજન આપશે.



આ પણ વાંચો : Abdul Razak/ “જીભ લપસી જવાને કારણે…” અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય પરના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી

આ પણ વાંચો : SUBROTO ROY/ સુબ્રતો રોયના નિધન બાદ, સહારા રિફંડ પોર્ટલ પરથી રોકાણાકારોને પૈસા પરત મળશે

આ પણ વાંચો : દિવાળી તહેવારમાં હિમંતનગર અને અમદાવાદમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ખેલાયો ખૂની ખેલ