‘Big Boss‘ના ઘરમાં જે એક ગંભીર બાબત જોવા મળે છે એ છે કપ્તાની. આજે પણ કપ્તાની માટે કાંઈક એવું જ યુદ્ધ જોવા મળશે. હિના ખાન અને આકાશ દદલાની વચ્ચે ભારે યુદ્ધ જોવા મળશે. આ અઠવાડિયાના લક્ઝરી બજેટ કાર્યનું નામ છે ‘ખુલજા સિમ સિમ’. હિના ખાન આ કાર્યમાં સૌથી આક્રમક થતી જોવા મળશે . આ કાર્યને કારણે ઘરના ગાર્ડન એરિયાને જંગલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. આ કાર્ય માટે બિગ બોસના ઘરને ગુફા બનાવી દેવામાં આવ્યું છે જેનો દરવાજો સમય સમય પર ખોલવામાં આવશે. જેમાં બે ટીમ માંથી કોઈ એક સદ્દસ્ય અંદર પ્રવેશ કરી શકે છે. પરંતુ જે સદસ્ય અંદર જશે તેને કાર્યમાંથી બહાર કરી દેવામાં આવશે. આ રીતે ટીમની સ્ટ્રેન્થ નબડી બનતી જશે.
ટાસ્કમાં ઘરના સદસ્યોને બે ટીમોમાં વિભાજિત કરવામાં આવશે. ટીમ રેડ અને ટીમ બ્લ્યુ. એમને બિગ બોસના ઘરની કોઈ પણ સુવિધા વગર જંગલમાં રહેતા હોય એવી રીતે રેહવું પડશે. કાર્ય દરમિયાન ઘરના સદસ્યોને એકબીજાને મજબુર કરી વિરોધી ટીમના સદસ્યોને તેમનો ટાસ્ક છોડવા માટે મજબુર કરવું પડેશે. જે ટીમમાં છેલ્લે સૌથી વધારે સદસ્ય રહેશે તે ટીમ કાર્ય જીતી જશે.
