મુંબઇ,
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ સાથેના અફેરને લઈ ચર્ચામાં રહેનાર બાગી-2ની અભિનેત્રી દિશા પાટની પોતાના બોલ્ડ ફોટોશૂટને લઈ પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. બોલિવૂડની ક્યુટ અને હોટ અભિનેત્રીઓની વાત આવે ત્યારે દિશાનું નામ પહેલા લેવામાં આવે છે.

આ પાછળનુ કારણ એ છે કે તે હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના હોટ ફોટો શેર કરીને એક્ટિવ રહે છે. દિશા પાટની અત્યારે એક ઈનરવિર સ્ટોરના લોન્ચિંગ પ્રસંગે દિલ્હી પહોંચી છે. તેણે આ અંગે પોતાના પ્રશંસકોને ઈન્સ્ટાગ્રામ મારફતે જાણકારી પણ આપી.


તેણે એક હોટ એન્ડ સેક્સી ફોટો પણ શેર કર્યો છે. જેમા તે ઈનરવિરમાં નજરે પડી રહી છે. દિશાના આ ફોટોને અત્યાર સુધી 13 લાખ લોકો લાઈક કરી ચુક્યા છે. આ પહેલા પણ દિશા પોતાના હોટ ફોટોશુટને લઈ ચર્ચામાં રહી છે.

