Entertainment News/ ધુરંધર કરતાં પણ વધુ હિંસક અને બોલ્ડ હશે યશની 3 કલાક 11 મિનિટની ‘ટોક્સિક’!

કન્નડ સુપરસ્ટાર યશની એક્શન-થ્રિલર ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic)ને યુકે સેન્સર બોર્ડ તરફથી 18+ રેટિંગ મળ્યું છે. 3 કલાક 11 મિનિટની આ ફિલ્મમાં ધુરંધર કરતાં પણ વધુ હિંસા અને બોલ્ડ સીન્સ જોવા મળશે.

Trending Entertainment
Toxic And received a rating

Entertainment News : કન્નડ સુપરસ્ટાર યશની બહુચર્ચિત એક્શન-થ્રિલર ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ (Toxic )રિલીઝ પહેલાં જ ભારે ચર્ચામાં આવી ગઈ છે. ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને યુકે સેન્સર બોર્ડ (BBFC) તરફથી 18+ એટલે કે માત્ર પુખ્તો માટેનું સર્ટિફિકેટ મળ્યું છે. ડાર્ક થીમ, અતિશય હિંસા અને બોલ્ડ સીન્સથી ભરપૂર આ ફિલ્મ આગામી 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Toxic :’ધુરંધર’ ને પણ પાછળ છોડતી ‘ટોક્સિક’ ની ડાર્ક અને હિંસક થીમ

બ્રિટિશ સેન્સર બોર્ડ (British Censor Board)ના રેટિંગ સામે આવ્યા બાદ સિનેપ્રેમીઓ તેની તુલના રણવીર સિંહની ‘ધુરંધર’ સિરીઝ સાથે કરી રહ્યા છે. ધુરંધરના બંને ભાગોને પણ 18+ રેટિંગ મળ્યું હતું, પરંતુ ટોક્સિકને હિંસા, સેક્સ્યુઅલ સીન્સ અને ઈન્જરી ડિટેલ જેવી ત્રણેય મુખ્ય કેટેગરીમાં 5 માંથી પૂરા 5 માર્ક મળ્યા છે.

સેન્સર બોર્ડની ભૂલ, રનટાઇમ અને ફિલ્મની સ્ટોરી લાઇન

BBFC ની વેબસાઇટ પર ભૂલથી આ ફિલ્મને કન્નડના બદલે તમિલ દર્શાવાઈ છે. રિપોર્ટ મુજબ, આ ગોવાના એક શક્તિશાળી ડ્રગ કાર્ટેલના વડાની કહાની છે, જે પોતાના જ વિનાશનું કારણ બને છે. ૩ કલાક અને 11 મિનિટ (191 મિનિટ) ના વિશાળ રનટાઇમ ધરાવતી આ ફિલ્મમાં અંધાધૂંધ ગોળીબાર, ગળું કાપવું અને ભયાનક ખૂન-ખરાબાના દ્રશ્યો સામેલ છે.

26 ઓગસ્ટે રિલીઝ થશે ભારતની સૌથી મોંઘી એક્શન ફિલ્મોમાંની એક

પ્રારંભમાં માર્ચમાં રિલીઝ થનારી આ ફિલ્મ પશ્ચિમ એશિયાના તણાવને કારણે પાછી ઠેલાઈ હતી. KVN પ્રોડક્શન્સ (KVN Productions)અને યશના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં છે. ટીકાઓ અને વિવાદો વચ્ચે પણ પ્રેક્ષકોમાં આ પાન-ઈન્ડિયા એક્શન ડ્રામાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો :પ્રેગ્નેન્સીના કારણે MTV અને ઇન્ડિયન આઇડલમાંથી કાઢી મુકાઈ… મીની માથુરનો સનસનાટીભર્યો ખુલાસો!

આ પણ વાંચો :‘ધુરંધર’ ના ધમાકા પછી અક્ષય ખન્નાનો નવો અવતાર: ‘મહાકાલી’ માં બનશે અસુરગુરુ શુક્રાચાર્ય!

આ પણ વાંચો :ગોવિંદાના સંસારમાં નવો વળાંક: સુનીતા આહૂજા ફેમિલી કોર્ટ કેમ પહોંચી? સામે આવ્યું સાચું કારણ