Dance Video/ નકુલ મહેતા એ સ્કર્ટ પહેરી કર્યો ડાન્સ, ચાહકોએ કહ્યું કે…

જાણીતા એકટર નકુલ મહેતા એ સ્કર્ટ પહેરી ડાન્સ કર્યો, જેનો વિડીઓ શેર કર્યો છે, જેમાં ચાહકો એ તેના પર ઘણા બધા રીએક્શન આપ્યા છે. વીડિયોમાં નકુલ ન્યૂયોર્કના ફેમસ કોરિયોગ્રાફર ઝૈનીલ મહેતા સાથે જોવા મળ્યો હતો

Entertainment
nakul mehta

જાણીતા ટીવી એક્ટર નકુલ મહેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે, જેમાં તે પિંક સ્કર્ટમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં નકુલ ન્યૂયોર્કના ફેમસ કોરિયોગ્રાફર ઝૈનીલ મહેતા સાથે જોવા મળ્યો હતો. બંને સ્કર્ટ પહેરીને રણબીર કપૂરના ગીત ‘હવા-હવા’ પર ડાન્સ કરતા જોવા મળે છે.

કેપ્શનમાં લખ્યું, ‘મેન ઇન સ્કર્ટ’ વીડિયો શેર કરતાં નકુલે તેના ટીવી શો ‘બડે અચ્છે લગતે હૈં’નો ઉલ્લેખ કર્યો. સાથે જ નકુલે કેપ્શનમાં જણાવ્યું કે તેણે ઝૈનીલને ન્યૂયોર્કમાં ડાન્સ કરતા જોયો હતો, ત્યારબાદ તે તેનો ફેન બની ગયો હતો. વીડિયો શેર કરતી વખતે તેણે હેશટેગ MeninSkirts પણ લખ્યું છે.

ડાન્સ જોઈ ચાહકો થયા પ્રભાવિત

નકુલ મહેતા ફરી એકવાર સોની ટીવીના શો ‘બડે અચ્છે લગતે હૈં 3’ સાથે કમ બેક કરી છે. સોશિયલ મીડિયા પર અભિનેતાની મોટી ફેન ફોલોઈંગ છે. સેલેબ્સ અને ફેન્સ નકુલની આ સ્ટાઇલ પર પ્રેમ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nakuul Mehta (@nakuulmehta)

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘અદ્ભુત. અન્ય એક યુઝરે લખ્યું, ‘મેજિકલ પરફોર્મન્સ, ખૂબ જ સરસ ભાઈ’. તેમની પ્રશંસા કરતા ત્રીજા યુઝરે લખ્યું, ‘તમે બેરીયર્સ અને સ્ટીરિયોટાઇપ વિચારને તોડી રહ્યા છો. મને તમારા પર ગર્વ છે  તમે જે કરો છો તેનાથી મને હંમેશા ખુશી મળે છે. તમામ પ્રકારની ‘કલા’ માટે તમાર પ્રત્યે સન્માન  છે. દિલ લે લો સર

આ પણ વાંચોઃ ધોરણ-12 રિઝલ્ટ/ આવતીકાલે જાહેર થશે ધોરણ-12નું પરિણામ, GSEB બન્યું ટેકનોસેવી

આ પણ વાંચોઃ દિલ્હી હત્યાકાંડ/ સાક્ષીને હજુ ન્યાય મળ્યો નથી કે દિલ્હીમાં વધુ એક યુવતીની હત્યા, ફ્લેટમાંથી મળી લોહીથી લથપથ લાશ

આ પણ વાંચોઃ દિલ્હી હત્યાકાંડ/ સાક્ષીના હત્યારેને આપો ફાંસી, સુરતમાં ABVP દ્વારા પૂતળા દહન કરી કરાઈ માગ