SUBROTO ROY/ સુબ્રતો રોયના નિધન બાદ, સહારા રિફંડ પોર્ટલ પરથી રોકાણાકારોને પૈસા પરત મળશે

સુબ્રતો રોયના નિધન બાદ ઉદ્યોગજગતમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે થોડા સમય પહેલા સહારા રિફંડ પોર્ટલ દ્વારા રોકાણ કરેલ રકમ પરત લેવાની પ્રક્રિયા બંધ થશે કે ચાલુ રહેશે તે મુદે રોકાણકારોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Top Stories Business
YouTube Thumbnail 1 સુબ્રતો રોયના નિધન બાદ, સહારા રિફંડ પોર્ટલ પરથી રોકાણાકારોને પૈસા પરત મળશે

સહારા ઇન્ડિયાના સ્થાપક સુબ્રતો રોયનું ગતરાતે અવસાન થયું હતું. ભારતના 10 સૌથી શક્તિશાળી લોકો’ની યાદીમાં સામેલ સુબ્રતો રોય કોર્પોરેટ જગતમાં સ્પષ્ટ વકતા તરીકે પ્રખ્યાત હતા. એક સમયે સ્કૂટર પર નાસ્તો વેચનાર સુબ્રતોરોયે સહારા જૂથની સ્થાપના કરી. તેમના નેતૃત્વ હેઠળ સહારા જૂથે સહારા ટીવી, સહારા ઈન્ડિયા, ઇલેક્ટ્રીક બ્રાન્ડમાં સહારા ઈવોલ્વસ, સહારા એર લાઈન એમ તમામ ક્ષેત્રે વિકાસ કર્યો. સહારા જૂથની દિનપ્રતિદિન વધતી પ્રગતિના કારણે અનેક લોકોએ તેમનામાં વિશ્વાસ મૂકી રોકાણ કર્યું. જો કે સુબ્રતો રોયના નિધન બાદ રોકાણકારો ચિંતિ બન્યા છે.

સહારશ્રી’ તરીકે જાણીતા સહારા ઈન્ડિયાના સ્થાપક સુબ્રતો રોયનું ગઈકાલે નિધન થયું હતું. તેમના નિધન બાદ ઉદ્યોગજગતમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે થોડા સમય પહેલા સહારા રિફંડ પોર્ટલ દ્વારા રોકાણ કરેલ રકમ પરત લેવાની પ્રક્રિયા બંધ થશે કે ચાલુ રહેશે તે મુદે રોકાણકારોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સહારા જૂથ દેશમાં અગ્રણી કંપનીઓમાંનું એક છે. અનેક લોકો આ કંપનીમાં રોકાણ કરતા મૂડી જમા કરાવી છે. સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓ આ માટે જવાબદાર છે.

સુપ્રીમ કોર્ટે 2012માં રોકાણાકારના નાણાંને લઈને સહારાગ્રુપને તેમના પૈસા વ્યાજ સહિત પરત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમના આદેશ બાદ રોકાણાકારોને પૈસા પરત આપવા કેન્દ્ર સરકારે સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું. સહારાગ્રુપના રોકાણકારો આ પોર્ટલ પર અરજી કર્યા પછી તેમના પૈસા પાછા મેળવી શકશે.

નોંધનીય છે કે રિફંડનો દાવો માત્ર ઓનલાઈન કરી શકાય છે. રોકાણકારો આ મામલે કોઈપણ પ્રકારની સમસ્યા માટે ટોલ ફ્રી નંબરો (1800 103 6891 / 1800 103 6893) પર સંપર્ક કરી શકે છે. છેલ્લા 11 વર્ષમાં સેબીએ રોકાણકારોને 138.07 કરોડ રૂપિયા પરત કર્યા છે. રોકાણકારો દ્વારા રોકાણ કરાયેલી રકમ સેબી પાસે છે અને તે માત્ર ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને જ ઉપલબ્ધ થશે.

પ્રાઇમ સિટીના આઈપીઓ બાદ સહારાગ્રુપની પડતીની શરૂઆત થઈ. સહારાગ્રુપ દ્વારા જ્યારે પ્રાઈમ સીટીનો આઈપીઓ લાવવામાં આવ્યો ત્યારે સેબીએ વધુ તપાસ હાથ ધરી. જેમાં છેતરપિંડી થયાનું સામે આવ્યું. જેનાબાદ પગલા લેતા સેબીએ સહારા ઇન્ડિયાનું સેબી એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું અને કેસ દાખલ કર્યો. આ કેસમાં છેતરપિંડીનો ગુનો સાબિત થતા સુબ્રત રોયને બે વર્ષ સુધી તિહાર જેલમાં રહેવું પડ્યું હતું. અને 2016માં તેઓ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા હતા.

સહારા ઇન્ડિયા રિફંડ માટે અરજી કરવા માટે પહેલા સૌ પ્રથમ પોર્ટલ (https://mocrefund.crcs.gov.in/) ની મુલાકાત લો.  ત્યારબાદ તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર અંકો નાખીને નોંધણી કરાવો. આમ કર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, જે ફાઇલ કર્યા પછી તમને એક એપ્લિકેશન ફોર્મ મળશે. આ ફોર્મ યોગ્ય રીતે ભર્યા બાદ સંબંધિત દસ્તાવેજો અંગે પૂછવામાં આવશે. તેના ઉત્તરઆપ્યા બાદ અપલોડ કરીને તમે તમારું ફોર્મ સબમિટ કરી શકો છો. અને આ ફોર્મ સબમિટ કરતા જ એક કલાક જેટલાના સમયમાં તમારા બેંક ખાતામાં પહેલો હપ્તો જમા થઈ જશે.


whatsapp ad White Font big size 2 4 સુબ્રતો રોયના નિધન બાદ, સહારા રિફંડ પોર્ટલ પરથી રોકાણાકારોને પૈસા પરત મળશે


આ પણ વાંચો : PM Modi Visit/ PM મોદી ભગવાન બિરસા મૂંડાની જન્મજયંતિ પર આદિવાસી સમુદાયને 24,000 કરોડની યોજનાઓની ભેટ આપશે

આ પણ વાંચો : Abdul Razak/ “જીભ લપસી જવાને કારણે…” અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય પરના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી

આ પણ વાંચો : ગુજરાતમાં દિવાળી પર માર્ગ અકસ્માતમાં 60%, ફટાકડાથી દાઝી જવાના કેસમાં 20%નો વધારો