Not Set/ કલમ 370 પર હાયતોબા કરતાં પાકિસ્તાનના પોતાના જ દેશમાં કલમ 149 પર ધાંધલ-ધમાલ

ભારતના આંતરિક બાબતોમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાનમાં હાલમાં તેના પોતાના બંધારણની એક કલમ ને લઈને ધાંધલ ધમાલ મચી છે. કરાચી પર કલમ  149 (4) લાગુ કરવા માટે પાકિસ્તાનના કાયદા પ્રધાનના નિવેદન બાદ સમગ્ર સિંધ પ્રાંતમાંથી વિરોધના સૂરો ગુંજી રહ્યા છે. વિપક્ષે આ નિવેદનને પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું ગણાવ્યું છે અને કાયદા પ્રધાનના રાજીનામાની માંગ પણ કરી છે. […]

Top Stories World

ભારતના આંતરિક બાબતોમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાનમાં હાલમાં તેના પોતાના બંધારણની એક કલમ ને લઈને ધાંધલ ધમાલ મચી છે. કરાચી પર કલમ  149 (4) લાગુ કરવા માટે પાકિસ્તાનના કાયદા પ્રધાનના નિવેદન બાદ સમગ્ર સિંધ પ્રાંતમાંથી વિરોધના સૂરો ગુંજી રહ્યા છે. વિપક્ષે આ નિવેદનને પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું ગણાવ્યું છે અને કાયદા પ્રધાનના રાજીનામાની માંગ પણ કરી છે. કલમ 149 ના અમલીકરણ સાથે, પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે.

પાકિસ્તાનના કાયદા પ્રધાન ડો.ફરોગ નસીમે શનિવારે કહ્યું હતું કે, આર્ટિકલ 149 ના અમલીકરણથી માત્ર સ્થાનિક સરકારની વ્યવસ્થા જ મજબૂત બનશે. આ વિવાદિત કરવા લાયક બાબત નથી. તેમણે કહ્યું, ‘સૌ પ્રથમ હું દરેકને બંધારણની કલમ 149 (4) વિશે વાંચવાની સલાહ આપીશ. તેમાં સ્થાનિક સરકારને મજબુત કરવા સિવાય કશું જ નથી અને આર્ટિકલ 140 એ સાથે તેને વધારવાની વ્યવસ્થા છે. ‘

તેમણે કહ્યું, ‘તે માત્ર કરાચી માટે જ નહીં હોય, જો મંત્રાલયની ભલામણ સફળ થાય તો તે સિંધ, પંજાબ, કેપીકે અને બલુચિસ્તાનના અન્ય શહેરો માટે માર્ગ મોકળો કરશે. નસિમે સ્પષ્ટતા કરી હતી કે, ‘જો કંદિરાવો, ડિપ્લો અથવા ડાડુંની સ્થાનિક સરકારો મજબુત થાય છે, તો તેનો પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ) અથવા એમ.ક્યૂ.એમ. (મુતાહિદા કૌમી મૂવમેન્ટ) ને ફાયદો થશે નહીં. આ તેઓની સ્થાનિક સરકાર માટે ફાયદાકારક છે જે ત્યાં હાજર છે અને હું તેમનો કેસ લડી રહ્યો છું. ‘

ઇમરાનની પાર્ટી પીટીઆઈ અને સિંધની પીપીપી વચ્ચે તીવ્ર ઝગડો

ઉલ્લેખનીય છે કે તાજેતરના ઇન્ટરવ્યૂમાં કાયદા પ્રધાન નસીમે કહ્યું હતું કે 14 સપ્ટેમ્બરના રોજ તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન ઇમરાન ખાન કરાચીને સંઘીય સરકારના નિયંત્રણમાં લાવવાની ઘોષણા કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર હેઠળ કરાચી બનાવવા માટે કલમ 149 (4) લાગુ કરવાનો સમય આવી ગયો છે.” કેન્દ્રમાં શાસક ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ અને સિંધમાં શાસક પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે તીવ્ર અથડામણ શરૂ થઈ છે.

નસીમે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં આ યોજનાને  કરાચી સ્ટ્રેટેજિક કમિટી સમક્ષ મૂકશે. તેમણે કહ્યું હતું કે, ‘આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને હું આ પ્રસ્તાવ વડા પ્રધાન ઇમરાન ખાન વતી રચિત કરાચી સ્ટ્રેટેજિક કમિટીની સામે રાખીશ. જો સમિતિ મારા મંતવ્ય સાથે સહમત થાય તો આ પ્રસ્તાવ વડા પ્રધાન અને મંત્રીમંડળ સમક્ષ મૂકવામાં આવશે. આ પછી, તે તેમના પર છે કે તેઓ આ કલમ કરાચીમાં લાગુ કરે છે કે નહીં.

બિલાવલ ભુટ્ટોએ કરાચીને કબજે કરવાનો,  ઇમરાન પર આરોપ મૂક્યો

ગુરુવારે બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઇમરાન સરકાર પર કરાચીમાં કલમ 149 લાગુ કરવાના મુદ્દે કરાચી પર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભુટ્ટોએ કહ્યું હતું કે સિંધમાં પીપીપી સત્તામાં છે અને પાર્ટી રાજ્ય વિરુદ્ધ કોઈ કાવતરું સ્વીકારશે નહીં. ભુટ્ટોએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર કરાચીને ઇસ્લામાબાદથી ચલાવવા માંગે છે. તેમણે કહ્યું કે તમે સતત જુલમ કરતાં રહેશો,  ગઈકાલે બાંગ્લાદેશની રચના કરવામાં આવી તો સિંધ પણ એક દેશ બની શકે છે.

બિલાવલે કહ્યું, ‘એક તરફ તમે (ઇમરાન ખાન) કહો છો કે, મોદીએ કાશ્મીર પર કબજો કર્યો છે અને બીજી તરફ તમે જાતે કરાચી પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. એક તરફ તમે કહો છો કે તમે વિશ્વના દરેક પ્લેટફોર્મ પર કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન પર અવાજ ઉઠાવશો અને બીજી તરફ તમે તમારા પોતાના દેશમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છો. એક તરફ, તમે કાશ્મીરમાં જમ્હૂરિયતની વાત કરી રહ્યા છે અને બીજી તરફ તમે  અંહી  જમ્હુરિયતનો જનાજો કાઢી રહ્યા છો.

પાકિસ્તાનના બંધારણની કલમ 149 (4) શું છે?

પાકિસ્તાનના બંધારણની કલમ 149 (4) મુજબ દેશના આર્થિક હિતો અથવા શાંતિ માટેના કોઈપણ ગંભીર ખતરોનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર કોઈ પ્રાંતની શાસન પદ્ધતિનો હવાલો લઈ શકે છે. કાયદા પ્રધાન નસીમ કહે છે કે આ બંધારણની સ્વતંત્ર કલમ છે અને કેન્દ્ર સરકારને તેની  કારોબારી શક્તિનો ઉપયોગ કરવાનો અધિકાર આપે છે. શાંતિ અને આર્થિક સ્થિતિમાં ગંભીર ખતરો આવે તો કેન્દ્ર પ્રાંતીય સરકારને નિર્દેશો જારી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.