ભારતે આર્યલેન્ડને સાત વિકેટથી હરાવીને ભવ્ય વિજય હાંસિલ કર્યો હતો, આ મેચ દરમિયાન હાર્દિક પંડયાએ કમાલ કરી બતાવ્યું છે,રવિવારના રોજ રમાયેલી આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ વરસાદને કારણે ખોરવાઈ ગઈ હતી. આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખાસ હતી, કારણ કે હાર્દિક પંડ્યા પહેલીવાર ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો હતો. આ પ્રસંગે હાર્દિકે એક ઇતિહાસ બનાવ્યો હતો.
T-20 SERIES / ભારતે આયર્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું,દિપક હુડ્ડાની વિસ્ફોટક બેટિંગ
પહેલા કેપ્ટન તરીકે ડેબ્યૂમાં ટોસ જીત્યો બાદ બોલિંગમાં શાનદાર રેકોર્ડ બનાવ્યો. હાર્દિક પંડ્યાએ તેની પહેલી જ ઓવરમાં પોલ સ્ટર્લિંગની વિકેટ લીધી હતી. તે T20 ક્રિકેટમાં કોઈપણ વિકેટ લેનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે.હાર્દિક પંડ્યા ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરનાર નવમો ખેલાડી છે. તેના પહેલા જેટલા પણ કેપ્ટનો ટીમની કમાન સંભાળી ચૂક્યા છે, તે સુકાની તરીકે T20 ક્રિકેટમાં એકપણ વિકેટ લઈ શક્યા નથી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ 2 ઓવર ફેંકી હતી અને 26 રન આપીને એક વિકેટ લીધી હતી.
T20 ક્રિકેટમાં ભારતના કેપ્ટનોની યાદી
1. વિરેન્દ્ર સેહવાગ
2. એમએસ ધોની
3. સુરેશ રૈના
4. અજિંક્ય રહાણે
5. વિરાટ કોહલી
6. રોહિત શર્મા
7. શિખર ધવન
8. ઋષભ પંત
9. હાર્દિક પંડ્યા
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળનાર હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટનશીપની શરૂઆત જ અજાયબીઓ કરી હતી. હાર્દિકના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે IPL 2022નો ખિતાબ જીત્યો હતો. તેને આનો પુરસ્કાર મળ્યો અને સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં આયર્લેન્ડ શ્રેણીની કમાન તેને સોંપવામાં આવી.
