ગુજરાતનું ગૌરવ/ સુરતના હર્ષિત પટેલે આઈસબેન્ડી અંડર 17ની સ્પર્ધામાં રશિયન ખેલાડીઓને ચટાડી ધૂળ

ભારતની ટીમમાં ગુજરાતમાંથી કુલ 6 ખેલાડીઓની પસંદગી થઇ હતી પરંતુ ઓલપાડના મોર ભગવા જેવા નાના ગામમાંથી નીકળીને આજે રશિયા જેવા દેશમાં દેશનું નામ રોશન કરવાનું સૌભાગ્ય હર્ષિત પટેલને મળ્યું છે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

ઓલપાડના છેવાડાના ગામડાના ખેલાડી હર્ષિત પટેલે રશિયામાં ભારતનું નામ રોશન કર્યું. સુરત જિલ્લાના ઓલપાડમાં આવેલી પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કુલના વિદ્યાર્થી હર્ષિત પટેલે રશિયામાં ઓલપાડ જેવા નાના વિસ્તારનું જ નહીં તો સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

રશિયા સામે યોજાયેલી આઇસબેન્ડી અંડર-17 સ્પર્ધા માટેની ભારતની ટીમમાં હર્ષિત પટેલની પસંદગી થઇ હતી. ભારતની ટીમમાં ગુજરાતમાંથી કુલ 6 ખેલાડીઓની પસંદગી થઇ હતી પરંતુ ઓલપાડના મોર ભગવા જેવા નાના ગામમાંથી નીકળીને આજે રશિયા જેવા દેશમાં દેશનું નામ રોશન કરવાનું સૌભાગ્ય હર્ષિત પટેલને મળ્યું છે.

રશિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતની અંડર 17 ટીમે રશિયન ખેલાડીઓને ધુળ ચાટતા કરી વિજય મેળવ્યો હતો. 3 મેચની આ સિરીઝની પ્રથમ બે મેચમાં ભારતીય ટીમે વિજય મેળવી લેતા ભારતની ટીમનો ભવ્ય વિજય થયો હતો. બરફ પર રમાતી આ રમતમાં રશિયન ટીમને હરાવવું ખરેખર લોઢાના ચણાં ચાવવાં જેવી વાત હતી પરંતુ ભારતીય ટીમના નેશનલ કોચ વિરલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભારતની ટીમે આ અશક્ય વાતને શક્ય બનાવી જીત મેળવી હતી.

થોડા દિવસ પહેલા જ પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કુલમાં સ્કેટિંગ ટીચર વિરલ ચૌહાણની ભારતીય ટીમના નેશનલ કોચ તરીકેની પસંદગી થઇ હતી અને તેમના માર્ગદર્શનમાં જ ટીમ બનાવવામાં આવી હતી. વિરલ ચૌહાણ છેલ્લા 19 વર્ષથી આ રમતો સાથે સંકળાયેલા છે અને ઓલપાડમાં રમતપ્રતિભાઓને શોધવામાં તેઓ અવિરત પ્રયાસ કરી રહ્યા છે. ઓલપાડના ગામડાના બાળકોને મફત સ્કેટિંગ કરાવતા વિરલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ હર્ષિત પટેલે આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

આ પણ વાંચો:સુરતમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની ઠગાઈ, ગેંગના એક સભ્યની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદમાં દિવાલ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા યુવકનું મોત

આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ વરસાદ

આ પણ વાંચો:જમીન માફિયાઓની હવે ખેર નહીં, અમદાવાદ કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ 2016 અરજીઓ મળી, 96 સામે FIR નોંધાઇ