Not Set/ હઝારીબાગમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને કોણે કરી ખંડિત, જાણો

હજારીબાગ શહેરનાં કુમ્હારટોલી પારનાલા ખાતે મહાત્મા ગાંધી સ્મારક સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને રવિવારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામા આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પ્રતિમા સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની નિંદા કરી હતી. સદર ધારાસભ્ય મનીષ જયસ્વાલે પણ આ ઘટનાની નિંદા કરી હતી અને […]

Top Stories India

હજારીબાગ શહેરનાં કુમ્હારટોલી પારનાલા ખાતે મહાત્મા ગાંધી સ્મારક સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને રવિવારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામા આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પ્રતિમા સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની નિંદા કરી હતી.

સદર ધારાસભ્ય મનીષ જયસ્વાલે પણ આ ઘટનાની નિંદા કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ વહીવટીતંત્રને અપીલ કરી છે કે સમાજનાં આવા તત્વોને કોઇ પણ વિલંબ કર્યા વિના ચિહ્નિત કરી કડક કાર્યવાહી કરવામાં આવે.

નોંધનીય છે કે મહાત્મા ગાંધી સ્મારક સમિતિ દ્વારા પ્રતિમા સ્થળનું સંચાલન અને દેખરેખ કરવામાં આવે છે. સમિતિએ પણ આ ઘટનાની કડક નિંદા કરી છે અને આ મામલે સઘન તપાસ હાથ ધરીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.