પોતાના પાર્ટનર સાથે દગો કરવો ક્યારેય કોઈના માટે સારું ન હોઈ શકે. તમે આ વાતને ઘણી છુપાવો છો, પરંતુ આજે નહીં તો કાલે તમારા જીવનસાથીને તેની ખબર પડી જાય છે. હાલમાં જ કેરળના તિરુવનંતપુરમથી એક રમુજી ઘટના સામે આવી છે. અહીં એક પતિ તેની પત્નીને દગો આપતા ઝડપાયો હતો. આ ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે ટ્રાફિકમાં લગાવેલા સ્પીડ કેમેરાના કારણે વ્યક્તિની છેતરપિંડી ઝડપાઈ ગઈ છે. જી હા, અમે મજાક નથી કરી રહ્યા. આ વાત બિલકુલ સાચી છે.
હકીકતમાં, કેરળના ટ્રાફિક કંટ્રોલ રૂમે એક વ્યક્તિના ઘરે મેમો મોકલ્યો હતો. ટ્રાફિક કંટ્રોલ રૂમે CCTVમાં કેદ થયેલ ફોટો પણ મેમો સાથે મોકલી આપ્યો હતો. વ્યક્તિ જે વાહન ચલાવતો હતો તે તેની પત્નીના નામે હતું, તેથી ચલણ સીધું તેની પત્નીને સોંપવામાં આવ્યું હતું. પત્નીએ જ્યારે ચલણ સાથે આવેલો ફોટો જોયો તો તે જોઈને તે ચોંકી ગઈ. ફોટામાં તેનો પતિ અન્ય મહિલા સાથે હેલ્મેટ વિના સ્કૂટર ચલાવી રહ્યો હતો અને બંને લોકો હેલ્મેટ વિના સવારી કરી રહ્યા હોવાથી તે જ બાબત માટે મેમો પણ જારી કરવામાં આવ્યો હતો.
મહિલાએ તેના પતિ વિરુદ્ધ દાખલ કર્યો હતો કેસ
પછી શું હતું, ફોટો જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ અને પતિને બીજી મહિલા વિશે પૂછવા લાગી. પતિએ તેની પત્નીને કહ્યું કે સ્કૂટર પર સવાર મહિલા પસાર થતી હતી અને તે તેને લિફ્ટ આપી રહ્યો હતો. જે બાદ પતિ-પત્ની બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પત્નીનો આરોપ છે કે તેના પતિએ આ માટે તેને અને તેના બાળકને માર માર્યો હતો. પત્નીએ તેના પતિ વિરુદ્ધ કરમાણા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો જેના પગલે પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો નક્કી કરશે મહારાષ્ટ્રના રાજકારણની દિશા
આ પણ વાંચો:કર્ણાટક એક્ઝિટ પોલ્સ: કોંગ્રેસને ફાયદો, પરંતુ ત્રિશંકુ ચુકાદો પણ શક્ય
આ પણ વાંચો:ગોલ્ડન ટેમ્પલ નજીક સપ્તાહમાં ત્રીજો બોમ્બ વિસ્ફોટ, પાંચની ધરપકડ
આ પણ વાંચો:નાયબ મુખ્યમંત્રી ફડણવીસે કર્યો દાવો, એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશે!
આ પણ વાંચો:દિલ્હી યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને આ મામલે પાઠવી નોટિસ