સામાન્ય રીતે મંદિરની મુલાકાત ધર્મિકતા સાથે જોડાયેલી હોય છે. પરંતુ મંદિરની મુલાકાત લેવાના કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે. જો આપણે દરરોજ મંદિરે દર્શન કરીએ, તો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને નિયંત્રિત કરી શકાય છે. આવો આજે અમે આપને જણાવી રહ્યા છીએ રોજ મંદિર જવાના લાભ વિષે.

- મંદિરની મુલાકાત લેવાના આરોગ્ય લાભો*
હાઈ બીપીને કંટ્રોલ કરવા

મંદિરની અંદર ઉઘાડા પડે પ્રવેશ કરીએ છીએ. જેના દ્વારા સકારાત્મક ઉર્જા આપણા શરીરમાં પગ દ્વારા પ્રવેશે છે. ઉઘાડાપગે ચાલવાને કારણે પગમાં હાજર પ્રેશર પોઇન્ટ્સ પર દબાણ વધે છે. જે હાઈ બીપીના નિયંત્રણમાં મદદ કરે છે.
એકાગ્રતા વધારવા માટે

દરરોજ મંદિરમાં જવાથી અને કપાળ પર તિલક લગાવવાથી આપણા મગજના કોઈ ખાસ ભાગ પર દબાણ આવે છે. જે એકાગ્રતામાં વધારો કરે છે.
ઉર્જા સ્તર વધારવા માટે

સંશોધન કહે છે, જ્યારે આપણે મંદિરનો ઘંટ વગાડીએ છીએ તો તેના અવાજ ની ગુંજ 7 સેકંડ સુધી આપણા કાનમાં ગૂંજાય છે. આ સમય દરમિયાન, શરીરમાં શાંતિ લાવનાર 7 મુદ્દાઓ સક્રિય બને છે. જે આપણા શરીરમાં ઉર્જાના સ્તરમાં વધારો કરે છે.
પ્રતિરક્ષા વધારવા માટે
મંદિરમાં બે હાથ જોડી પ્રમાણ કરવાથી હથેળી અને આંગળીઓના બિંદુઓ પર દબાણ વધે છે, જે શરીરના ઘણા ભાગો સાથે જોડાયેલા હોય છે. જે શરીરના કાર્યમાં સુધારણા કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
બેક્ટેરિયાથી બચાવવા માટે

મંદિરમાં હાજર કપૂર અને હવનના ધુમાડાથી બેક્ટેરિયા મરી જાય છે. આ વાયરલ ચેપનું જોખમ ટાળે છે.
તાણ દૂર કરવા માટે

મંદિરનું શાંત વાતાવરણ અને શંખનો અવાજ માનસિક રીતે હળવા થવામાં મદદ કરે છે. જે તાણ દૂર કરે છે.
હતાશા દૂર થાય છે
દરરોજ મંદિરમાં જઇને ભગવાનની આરતી ગાવાથી મગજ કાર્યક્ષમતા વધે છે. અને તેનાથી હતાશા નિરાશા દુર થાય છે.
આ 5 રાશિના જાતકોનું નસીબ 30 વર્ષની ઉંમર પછી ચમકે છે, બધા દુ: ખ થાય છે દૂર
ભગવાન ગણેશનું એક માત્ર મંદિર જ્યાં મૂર્તિ માનવીના ચહેરા જેવી છે
ઘરના પાયામાં સાપ અને કળશ શા માટે મુકવામાં આવે છે..?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
