Ahemdabad/ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બી.જે. મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ  રાકેશ જોષી તેમજ વિવિઘ વિભાગના ડાયરેક્ટર, ડીન,ડોક્ટર્સ, નર્સ, સ્ટુડન્ટસ્ અને દિવંગતોના પરિજનો-સગાઓ ઉપસ્થિત રહ્યા

Uncategorized

આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ  રાકેશ જોષી તેમજ વિવિઘ વિભાગના ડાયરેક્ટર, ડીન,ડોક્ટર્સ, નર્સ, સ્ટુડન્ટસ્ અને દિવંગતોના પરિજનો-સગાઓ ઉપસ્થિત રહ્યા

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બી.જે મેડિકલ કોલેજના ડોક્ટર્સ, સ્ટુડન્ટ તેમજ અન્ય તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રાર્થના સભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

આ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે બી.જે મેડિકલ કોલેજના કેમ્પસમાં કોલેજના મૃતક વિધાર્થીઓના સ્મૃતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રાથના સભામાં આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષી, તેમજ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના ડાયરેક્ટર, ડીન, ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ, નર્સ, મૃતકોના પરિજનો-સગાઓ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં કલ્પનાબેન પ્રજાપતિની અંતિમયાત્રામાં પરિવાર તૂટી પડ્યો!

આ પણ વાંચો:વડોદરાનાંં ડભોઈમાં વર્ષાનું આગમન, ઉનાળું પાકને નુકસાન થવાની સંભાવના

આ પણ વાંચો:વડોદરામાં ઝડપાયેલો દારૂ બનાવટી હોવાની શંકાને પગલે ગોવામાં તપાસ કરાશે