ગુજરાત હાઈકોર્ટ/ મહારાજ ફિલ્મ પર હાઇકોર્ટમાં આજે સુનાવણી ‘કોર્ટ ફિલ્મ જુએ અને નિર્ણય લે’ બંને પક્ષની દલીલ

ગુજરાત હાઈકોર્ટમાં આજે ફરી મહારાજ ફિલ્મ પર સુનાવણી કરવામાં આવી. ગત રોજ મહારાજ ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને આજે ફરી સુનાવણી હાથ ધરાઈ હતી.

Top Stories Gujarat Others Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 9 મહારાજ ફિલ્મ પર હાઇકોર્ટમાં આજે સુનાવણી 'કોર્ટ ફિલ્મ જુએ અને નિર્ણય લે' બંને પક્ષની દલીલ

ગુજરાત હાઈકોર્ટમાં આજે ફરી મહારાજ ફિલ્મ પર સુનાવણી કરવામાં આવી. ગત રોજ મહારાજ ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને આજે ફરી સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં બંને પક્ષના વકીલોએ અંતે દલીલ કરી કે કોર્ટ ફિલ્મ જોયા બાદ નિર્ણય લે કે ફિલ્મ રિલીઝ કરવી જોઈએ કે નહી કે પછી તેના પર સ્ટે યથાવત રાખવો જોઈએ. જણાવી દઈએ કે નેટફ્લિક્સ વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી ઓનલાઈન હાઈકોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, જોકે અઢી કલાક ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. આજે ફરી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી છે. બંને પક્ષના એડવોકેટ કોર્ટ રૂમમાં પહોંચ્યા બાદ બંને પક્ષે કહ્યું કોર્ટ ફિલ્મ જુએ અને નિર્ણય લે. આ સાથે કોર્ટને પાસવર્ડ સાથે લાઈવ લિંક આપવાની વાત પણ કરી હતી.

રાજ્યભરમાં આમીરખાનના પુત્રને ડેબ્યુ કરનાર ફિલ્મ મહારાજને લઈને બોયકોટ કરવાનો વિરોધ શરૂ થયો છે. વૈષ્ણવો અને સનાતન સંતોએ માંગ કરી છે કે ફિલ્મનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે. વૈષ્ણવોનું કહેવું છે કે આ ફિલ્મમાં ભગવાન કૃષ્ણની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે ફિલ્મ બનાવનાર નિર્માતાના વકીલનું કહેવું છે કે આ ફિલ્મ ગુજરાતના જ એક પુસ્તક પર આધારીત છે.

મહારાજ ફિલ્મનો કેમ થયો વિવાદ
યશરાજ બેનર હેઠળ બનેલ મહારાજ ફિલ્મ 2013ના એક પુસ્તક પર આધારિત છે. આ પુસ્તકનું નામ છે ‘મહારાજ લાઈબલ કેસ’. મહારાજ લાઈબલ પુસ્તકમાં વલ્લભસંપ્રદાયમાં પ્રવેશેલા અનિષ્ટોને લઈને ઉલ્લેખ કરાયો છે. આ પુસ્તકમાં વૈષ્ણવ સંપ્રદાયના ગુરુઓ દ્વારા તેમના અનુયાયીઓની શ્રદ્ધાનો કેવી રીતે લાભ લેતા હોય છે તેમજ કહેવાતા ગુરુઓ અનુયાયીઓ પાસેથી કેવી રીતે અઢળક નાણાં પચાવી પાડે છે અને સાથે તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર પણ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક મુજબ કરસનદાસ નામની વ્યક્તિએ ધર્મના નામે ચાલતા ધતિંગ અને ગુરુઓની પાંખડલીલા સામે અવાજ ઉઠાવ્યો હતો તે દર્શાવ્યું છે. કરસનદાસે તેમના એક લેખમાં હિન્દુનો અસલ ધરમ અને હાલના પાંખડી મતો’ પર લખ્યું. મહારાજોની પાપલીલાઓ જાહેર કરતા જદુનાથજીએ કરસનદાસ સામે 50 હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો તે કેસ ‘મહારાજ લાઈબલ કેસ’ તરીકે જાણીતો થયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો

આ પણ વાંચો: સુરતમાં દેરાસર બહાર પશુનું માથું ફેંકાતા જૈનોમાં રોષ

આ પણ વાંચો: ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી

આ પણ વાંચો: ગુજરાત યુનિ.નો છબરડો, ગર્લ્સ કોલેજમાં બોય્સને આપ્યો પ્રવેશ