છોટાઉદેપુર/ બોડેલી કબ્રસ્તાનમાં ભારે નુકસાન | 100થી વધુ કબર પાણીમાં તણાઇ | તંત્રની બેદકારીથી ફરી લાગણી દુભાઈ

અલીખેરવા, બોડેલી, ઢોકલીયા, ચાચક ચાર ગ્રામ પંચાયતમાંથી પસાર થતી કોતર પર પ્રિ મોનસુનની કોઇ કામગીરી નહિ કરાતા આ પરિસ્થિતિ સર્જાઇ હોવાની ચર્ચા થઇ રહી છે અને હવે ઝડપથી સુરક્ષા દિવાલ નહિ બનાવવામાં આવે અને વરસાદ આવશે તો બાકી રહેલી કબર પણ તણાઈ જશે અને વધુ લાગણીઓ દુભાશે.

Top Stories Gujarat Others
7.3 1 બોડેલી કબ્રસ્તાનમાં ભારે નુકસાન | 100થી વધુ કબર પાણીમાં તણાઇ | તંત્રની બેદકારીથી ફરી લાગણી દુભાઈ

બોડેલીનાં મુસ્લિમ સમાજનાં કબ્રસ્તાનમાં ભારે તારાજી સર્જાઇ છે. 100થી વધુ કબર ધસમસતા પાણીનાં પ્રવાહમાં તણાઈ ગઇ હોવાનુ બહાર આવ્યુ છે. તો 70 થી 80 ટકા કબ્રસ્તાનને નુકસાન થયું છે. અલીખેરવા…..

વધુ વિગત અનુસાર છોટાઉદેપુર જીલ્લામાં પડેલા વરસાદે ભારે વિનાસ વેર્યો છે જીલ્લામાં કેટલાંય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઇ હતી ખાસ કરીને બોડેલી તાલુકામાં પડેલા 22 ઇચથી વધુ વરસાદે તારાજી સર્જી છે. પાણી ઓસરતા હવે કયાં કેટલું નુકસાન થયું તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. બોડેલીના રજાનગર દિવાનફળીયા વર્ધમાન નગર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી સર્જાઇ હતી. બીજી તરફ બોડેલી ગામની મધ્યેથી પસાર થતા હરખલી કોતરના પાણી કબ્રસ્તાન તેમજ સ્મશાન પાસેથી પસાર થતુ હોઇ કબ્રસ્તાનમાં ભારે ખાનાખરાબી કરી હતી અને કબ્રસ્તાનની ચોફેરની ત્રણ જેટલી સ્વરક્ષણ દિવાલો તોડી નાખી પાણીનો પ્રવાહ આગળ ગયો હતો અને સ્મશાનની પણ એક દિવાલ તૂટી હતી.

બોડેલી

વરસાદી પાણી ઓસરી જતા મુસ્લિમ સમાજ દ્વારા બોડેલીના કબ્રસ્તાનનું નિરીક્ષણ કરતા કબ્રસ્તાનમાં સ્વરક્ષણ દિવાલો તુટી જતા ખુબ મોટા પાયે નુકસાન થયુ છે. પાણીના ધસમસતા પ્રવાહમાં 100થી વધુ કબર પાણીમાં તણાઇ જવાની ઘટના સામે આવી છે. કબ્રસ્તાનમાં માટીનું ધોવાણ થતા કબ્રસ્તાન 70 થી 80 ટકા ડેમેજ થયુ હોય બોડેલીનાં મુસ્લિમ યુવાનો દ્વારા તાત્કાલિક સમારકામ શરુ કરી દેવાયુ છે. બેસી ગયેલી કબરોને કબ્રસ્તાનની બહાર આવેલી જગ્યાએથી માટી ખોદી માટી પુરાણ કરવામાં આવી છે.

બોડેલી

મુસ્લિમ બિરાદરો પોતાના સ્વજનોની કબર પર આવી ફુલ ચાદર ચઢાવી દુવાઓ માગતા હોય છે પરંતુ હવે  કબ્રસ્તાનમાં દફનાવેલી 100થી વધુ કબરો જ તણાઇ જતા તેમના પરિવારજનો ખુબ દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે. બોડેલી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી નિમિષા બેન સુથાર તેમજ ધારાસભ્ય અભેસિહ તડવીએ પણ કબ્રસ્તાન વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાન પાસે તુટી ગયેલ સ્વરક્ષણ દિવાલ બનાવવા સરકાર પાસેથી સહાય અપાવવા અપીલ કરી છે. નિમિષાબેન સુથારે પણ વહેલી તકે કબ્રસ્તાનની ચોફેર આવેલ દીવાલ નવી બનાવવા રકમ ફાળવી આપવાની હૈયા ધારણ આપી છે.

બોડેલી

બોડેલીનાં અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલા છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિહ રાઠવાએ પણ બોડેલી કબ્રસ્તાન ખાતે આવી જોતા તેમને પણ અહી થયેલા ભારે નુકસાનને લઇ રાજ્ય સભામાથી અથવા તો અન્ય કોઇ જગ્યાએ રજુઆત કરી કબ્રસ્તાનની તુટી ગયેલી સ્વરક્ષણ વહેલી તકે બનાવવામા ગ્રાન્ટ ફાળવવામાં આવે તે માટે ની લાગણી વ્યકત કરી હતી.

બોડેલી

હાલતો બોડેલીનાં મુસ્લિમ યુવાનો તેમજ સખીદાતાઓ દ્વારા માટી મંગાવી કબ્રસ્તાનનું સમારકામ શરુ કરી દેવાયુ છે, પરંતુ જો આ જ પ્રમાણે  ફરી ધોધમાર વરસાદ ખાબકે અને પાણી નો ધસમસતો પ્રવાહ અહીથી પસાર થાય તો કબ્રસ્તાનમાં ખુબ મોટુ નુકસાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.  બોડેલી મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં ગ્રામ પંચાયત તેમજ રકમ ફાળવી કબ્રસ્તાનને ખુબ સુંદર બનાવી દેવાયું હતું પરંતુ વરસાદે સર્જેલી તબાહીથી બોડેલીનાં કબ્રસ્તાનમાં ભારે નુકસાન થતા દુ:ખની લાગણી વ્યકત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : કુદરતનો કોપ : ‘ઘેડ’ પંથક ફેરવાયું ‘બેટ’માં : જૂઓ આ ખાસ ફોટા