Rain/ રાજ્યના 108 તાલુકામાં મેઘરાજની મહેર,ઉમરપાડામાં સૈાથી વધારે 2.5 ઇંચ વરસાદ

ઉમરપાડામાં વરસાદનું જોર વધ્યું હતું ત્યાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.મૂશળધાર વરસાદ વરસ્યો હતો

Top Stories Gujarat

રાજ્યના 108 તાલુકામાં વરસાદ
સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ
ઉમરપાડા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ
ધરમપુર, જાંબુઘોડા તાલુકામાં 2, 2 ઇંચ વરસાદ
12 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ
93 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
અમદાવાદમાં વીજ કડાકા સાથે જોરદાર વરસાદ
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી
શહેરમાં વાતાવરણમાં પલટાના કારણે ઠંડક પ્રસરી
સવારે 6 થી રાત્રે 10 સુધી 16 કલાકનો વરસાદ

ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, અનેક જિલ્લામાં ભારે વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.દક્ષિણ ગુજરાતમાં વરસાદે મહેર મુકી છે, જેમા ઉમરપાડામાં વરસાદનું જોર વધ્યું હતું ત્યાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.મૂશળધાર વરસાદ વરસ્યો હતો .ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ધોધમાર વરસાદથી ઉમરપાડા તાલુકો પાણી-પાણી થઈ ગયો છે. જોકે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઇ હતી.રાજ્યના 108 તાલુકામાં અતિ ભારે વરસાદ પડ્યો છે.઼

ગુજરાત /  અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ : ભારેપવન છતાંય શહેરીજનો હરખાયા

સુરતના ઉમરપાડામાં સૈાથી વધારે 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો,જયારે ધરમપુર,જાંબુઘોડ તાલુકામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો હતો જયારે 12 તાલુકામાં 1થી 2 ઇંચ વરસસાદ પડ્યો અને 93 તાલુકામાં 1 ઇંચ વરસાદ ખાબખ્યો હતો. જયારે મેટેરો સીટી અએમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો જેમાં અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા અનેક હોંડિગ્સ પડી ગયા હતા.અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.