Not Set/ હેમા માલિનીએ યાદ કરી અફઘાનિસ્તાનની યાદો,હાલની પરિસ્થતિ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

“એક સુખી, શાંતિપૂર્ણ રાષ્ટ્ર  અફઘાનિસ્તાનમાં જે થઈ રહ્યું છે તે ખરેખર દુઃખદ છે.

Entertainment
hema malini હેમા માલિનીએ યાદ કરી અફઘાનિસ્તાનની યાદો,હાલની પરિસ્થતિ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે 1975 માં તેની ફિલ્મ `ધર્માત્મા` ના શૂટિંગના અનુભવને યાદ કર્યો હતો, જેના શૂટિંગ માટે તેઓ અફઘાનિસ્તાન ગયા હતા. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા હેમા માલિનીએ 1975 ની રોમાંચક ફિલ્મની પોતાની અને ફિરોઝ ખાનની તસવીરો શેર કરી છે.

ટ્વિટર પર તસવીરો શેર કરતાં તેમણે લખ્યું કે, “એક સુખી, શાંતિપૂર્ણ રાષ્ટ્ર  અફઘાનિસ્તાનમાં જે થઈ રહ્યું છે તે ખરેખર દુઃખદ છે. અફઘાનિસ્તાનની મારી પ્રિય યાદો `ધર્માત્મા` (ફિલ્મ) છે. હું તે ફિલ્મમાં એર જિપ્સી છોકરીની ભુમિકા નિભાવી રહી હતી અને મારુ મોટાભાગનું શૂટિંગ ત્યાં કરવામાં આવ્યું હતું. મારા માતાપિતા મારી સાથે હતા અને ફિરોઝ ખાને અમારી સારી સંભાળ લીધી હોવાથી સારો સમય પસાર થયો હતો

 

`ધર્માત્મા` અફઘાનિસ્તાનમાં શૂટ થનારી પહેલી બોલિવૂડ ફિલ્મ છે. રોમાંચક ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ ફિરોઝ ખાને કર્યું હતું. કાસ્ટમાં ફિરોઝ ખાન, હેમા માલિની, રેખા, પ્રેમનાથ, ઇમ્તિયાઝ ખાન, ડેની ડેન્ઝોંગપા, ફરીદા જલાલ, રણજીત, હેલન, મદન પુરી, જીવન, ઇફ્તેખાર, દારા સિંહ, સત્યેન કપ્પુ અને સુધીરનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે તાલિબાન વિદ્રોહીઓ કાબુલમાં ઘુસી ગયા છે, જેના કારણે રાષ્ટ્રપતિ અશરફ ગનીને તેમનો દેશ છોડવાની ફરજ પડી હતી. બે દાયકાના સંઘર્ષ બાદ ઇસ્લામવાદી આતંકવાદીઓએ અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધો છે.આ ઘટના પર અનુષ્કા શર્મા, ફરહાન અખ્તર, રિચા ચઢ્ઢા, અનુરાગ કશ્યપ અને રિયા ચક્રવર્તી સહિત બૉલિવૂડની ઘણી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનના લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે.