Not Set/ તારક મહેતામા દયાના વીરા સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણીને કોરોના

દેશમાં કોરોનાનો કહેર સામાન્ય માણસથી અને સેલિબ્રિટીને તમામ પર સમાન રીતે વર્તાઇ રહ્યો છે.દેશભરમાં લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણી કોરોનાથી સંક્રમિત થયા છે. મુંબઈમાં શૂટિંગ પૂર્ણ

Top Stories Entertainment

દેશમાં કોરોનાનો કહેર સામાન્ય માણસથી અને સેલિબ્રિટીને તમામ પર સમાન રીતે વર્તાઇ રહ્યો છે.દેશભરમાં લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણી કોરોનાથી સંક્રમિત થયા છે. મુંબઈમાં શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ પહોંચી રિપોર્ટ કરાવતા સુંદર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હાલ તેમની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.તેમના ચાહકો તેઓ જલ્દીથી સાજા થાય તે પ્રકારે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

TV News | Mayur Vakani Returns To Mumbai To Resume Shooting For Taarak Mehta Ka Ooltah Chashmah | 📺 LatestLY

 

કેદારનાથ દર્શન / 17 મે ની સવારે 5 વાગે ખુલશે બાબા કેદારનાથ કપાટ

સુંદરલાલને કોરોના થાય તો દયા ભાભીનું પાત્ર ભજવનાર તેની બહેન દિશા વાકાણી વાસ્તવિક જીવનમાં પણ બહેન છે ત્યારે તેની ચિંતામાં વધારો થાય તે સ્વાભાવિક છે.જેઠાલાલના સાળા તરીકે સીરીયલમાં હાસ્ય કલાકાર તરીકે તેઓ અભિનય કરી રહ્યા છે, અને લોકોને પેટ પકડીને હસવા માટે મજબૂર કરવા માટે તેઓ પ્રખ્યાત છે.દેશની સાથે સાથે રાજ્યમાં પણ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારેઅમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.જેની ઝપેટમાં મયુર વાકાણી પણ આવી ગયા છે. આ ઘટના ના કારણે તેના ચાહકો તેઓ જલ્દી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Mayur Vakani Wiki, Age, Girlfriend, Wife, Family, Biography & More – WikiBio

વેક્સિનેશન / કૃષિમંત્રી આર.સી.ફળદુ એ પણ લીધી વેક્સિન, આમ જનતાને અપીલ

બુધવારે શહેરમાં 141 નવા કેસ સામે આવ્યા હતા. હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ શહેરમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થઈ રહ્યો છે. પહેલા શહેરમાં નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે ફરી કેસની સાથે કન્ટેઇન્મેન્ટ ઝોન પણ વધી રહ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 80 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. શહેર ફરી કેસ વધવાને કારણે હોસ્પિટલે પણ પોતાની તૈયારી વધારી દીધી છે. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે ફેબ્રુઆરીના અંતથી શહેરમાં ફરી કોરોના કેસ વધવાની શરૂઆત થઈ છે.

ઓમ શાંતિ / પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના વડા દાદી હૃદય મોહિનીનું 93 વર્ષની વયે નિધન, ભક્તો શોકમય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…