કર્ણાટક/ હિજાબ પહેરીને આવેલી યુવતી કોણ છે! ઓવૈસીએ કર્યા વખાણ,જાણો

હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ છોકરીની પ્રશંસા કરી છે.

Top Stories India
OWASI હિજાબ પહેરીને આવેલી યુવતી કોણ છે! ઓવૈસીએ કર્યા વખાણ,જાણો

કર્ણાટકના ઉડુપીમાં શરૂ થયેલો હિજાબ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મંડ્યાની એક કોલેજમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી હિજાબ પહેરીને આવે છે. ત્યાં હાજર લોકો યુવતીની સામે જય શ્રી રામના નારા લગાવે છે, તો જવાબમાં યુવતીએ પણ અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતા. હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ છોકરીની પ્રશંસા કરી છે.

આ છોકરીનું નામ મુસ્કાન છે. મુસ્કાન કહે છે કે હું કોલેજ એસાઈનમેન્ટ માટે આવી હતી. મેં બુરખો પહેર્યો હતો તેથી લોકો મને કોલેજની અંદર જવા દેતા ન હતા. પણ હું અંદર ગઇ. તેઓ જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા. સૂત્રોચ્ચાર કરી રહેલા કેટલાક લોકો કોલેજના હતા અને કેટલાક બહારના પણ હતા. જ્યારે તેઓએ જય શ્રી રામના નારા લગાવ્યા ત્યારે મેં પણ અલ્લાહુ અકબરના નારા લગાવ્યા. મુસ્કાનના કહેવા પ્રમાણે, કોલેજના પ્રિન્સિપાલ અને મારા શિક્ષકે પણ મને સાથ આપ્યો અને મને ત્યાંથી લઈ ગયા.

 

 

આ ઘટના અંગે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું બાળકીના માતાપિતાને સલામ કરું છું. આ છોકરીએ એક દાખલો બેસાડ્યો છે. ઓવૈસીએ કહ્યું કે ભીખ માંગીને અને રડવાથી કંઈ મળતું નથી. આ છોકરીએ નબળાઓને સંદેશો આપ્યો છે. આ છોકરીએ જે કામ કર્યું છે તે ખૂબ જ હિંમતભર્યું છે. તેણે કહ્યું કે છોકરીએ તેના બંધારણીય અધિકારોને યોગ્ય રીતે નિભાવ્યા. આ સાથે તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

રાજ્યની શાળા-કોલેજોમાં હિજાબ પહેરીને પ્રવેશ અંગેના વિવાદ અંગે મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં સરકારના એડવોકેટ જનરલ અને હિજાબ પહેરીને સ્કૂલ-કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતી યુવતીઓના એડવોકેટ તરફથી દલીલો કરવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આજની સુનાવણી પૂર્ણ કરી હતી. આ મામલે બુધવારે બપોરે 2.30 વાગ્યાથી ફરી સુનાવણી થશે. સીએમ બસવરાજ બોમાઈએ રાજ્યની તમામ હાઈસ્કૂલ અને કોલેજોને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.

રાજ્યમાં આ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. મુસ્લિમ છોકરીઓ હિજાબ પહેરીને વિરોધ કરી રહી છે, જ્યારે હિન્દુ વિદ્યાર્થીઓ કેસરી શાલ અને સ્કાર્ફ પહેરીને વિરોધ કરી રહી છે. કર્ણાટક સરકારે રાજ્યમાં કર્ણાટક શિક્ષણ અધિનિયમ 1983 ની કલમ 133 લાગુ કરી છે. આ અંતર્ગત તમામ શાળા અને કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યો છે. હવે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.  હાઈકોર્ટે આ સમગ્ર મામલાને લઈને કહ્યું છે કે અમે લાગણીઓથી નહીં પરંતુ કાયદા પ્રમાણે જઈશું.