Not Set/ 1 કરોડની આસ્થાની ડૂબકી સાથે શરૂ થયો કુંભ મેળો

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ 2019ની શરૂઆત થઈ ચૂકી છે.કુંભની શરૂઆત કરતા લગભગ 1 કરોડ જેટલા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓએ આજે વહેલી સવારે શાહી સ્નાન કર્યું હતું.પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીનો જ્યાં સંગમ થાય છે ત્યાં મોટી સંખ્યામાં નાગા સાધુઓ અને અન્ય અખાડાના સાધુ સંતો અને શ્રધ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી. મંગળવારે સૂર્યનો મકરમાં પ્રવેશતા […]

Top Stories India
પ્રયાગરાજ,
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ 2019ની શરૂઆત થઈ ચૂકી છે.કુંભની શરૂઆત કરતા લગભગ 1 કરોડ જેટલા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓએ આજે વહેલી સવારે શાહી સ્નાન કર્યું હતું.પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીનો જ્યાં સંગમ થાય છે ત્યાં મોટી સંખ્યામાં નાગા સાધુઓ અને અન્ય અખાડાના સાધુ સંતો અને શ્રધ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી.
મંગળવારે સૂર્યનો મકરમાં પ્રવેશતા સાથે જ તીર્થરાજ પ્રયાગમાં સંગમતટ પર કુંભ મહાપર્વ શરૂ થઈ ગયુ હતુ.એવું માનવામાં આવે છે કે આ દિવસે કુંભ સ્નાન કરવાથી પાપ ધોવાય છે અને જન્મોનો ઉદ્ધાર થાય છે.ગુરુ મેષ રાશિમાં હોય અને સૂર્ય તથા ચંદ્ર મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના તટ પર કુંભનું આયોજન કરવામાં આવે છે.
આજે સવારે 5 વાગે શરૂ થયેલું શાહી સ્નાન મોડી સાંજ સુધી ચાલુ રહેશે.
 પહેલા શાહી સ્નાન પર્વમાં અખાડાના નાગા સન્યાસીઓ, મહામંડલેશ્વર, સાધુ મહાત્મા સહિત લાખો શ્રદ્ધાળુઓએ સંગમમાં પુણ્ય મેળવવા માટે ડૂબકી લગાવી કુંભના શ્રીગણેશ કર્યા હતા.
સૌથી પહેલા 6 વાગ્યે મહાનિર્વાણીના સાધુ સંત લશ્કર સાથે શાહી સ્નામ માટે સંગમ પહોંચ્યા હતા. ત્યાર પછી અખાડા સ્નાનનો ક્રમ શરૂ થયો હતો.
બધા જ અખાડાને સ્નાન માટે 30થી 45 મિનિટ સમય આપવામાં આવ્યો હતો.