રથયાત્રા/ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જગતના નાથ સાથે જોવા મળ્યા,કોમી એકતાનો સંદેશ

કોરોનાના બે વર્ષ બાદ શ્રદ્વાળુઓ 145મી રથયાત્રામાં સામેલ થયા હતા,આ રથયાત્રાની પહિંદવિધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા  બાદ ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા

Top Stories Gujarat

કોરોનાના બે વર્ષ બાદ શ્રદ્વાળુઓ 145મી રથયાત્રામાં સામેલ થયા હતા,આ રથયાત્રાની પહિંદવિધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા  બાદ ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા.આ રથયાત્રા કોમી એખલાસ સાથે નીકળી હતી. રથયાત્રાનો ભવ્ય સ્વાગત મુસ્લિમ વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો.જ્યારે રથયાત્રા શાહપુર અને દરિયાપુર પહોંચી હતી તો મુસ્લિમ બિરાદરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું. શાહપુરમાં ભગવાન જગન્નાથજીના  ત્રણેય રથ પસાર થયા હતા ત્યારે મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા અને રથયાત્રાને વધાવી લીધી હતી. દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ત્રણેય રથ તેમન મંદિરના મહંતનું ફૂલહારથી સ્વાગત કરીને શાંતિના દૂત કબૂતર ઉડાવીને કોમી એકતાનો સંદેશો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 145મી રથયાત્રા જ્યારે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થઇ હતી તે દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી નિરીક્ષણ માટે આવ્યા હતા,આ સમયે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે પોલીસ કમિશનર તેમજ પોલીસ અધિકારીઓએ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને મુસ્લિમ સમાજનો આભાર માન્યો હતો. રથયાત્રામાં મુ્સલિમ બિરાદરોએ હિન્દુ ભાઇઓે પાણી,સગબત સહિતના પીણાં પણ પીવડાવ્યા હતા,કોમી એખલાસનો વાતાવરણ જોવા મળ્યો હતો.મુસ્લિમ વિસ્તારમાંથી રથયાત્રા શાંતિપૂણ અને કોમી એકતાના સંદેશા સાથે રથયાત્રા આઘળ વદી હતી.