ઇશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની ઈમરજન્સી બ્રેઈન સર્જરી સફળ થઈ છે. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈશા ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સદગુરુને માથામાં આંતરિક રક્તસ્રાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સદગુરુ જગ્ગી વાસુદેવના મગજમાંથી જામી ગયેલું લોહી કાઢવા માટે 17 માર્ચે સર્જરી કરવામાં આવી હતી. હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ સદગુરુ સાથે વાત કરી અને તેમની તબિયત પૂછી. સદગુરુએ પીએમનો આભાર વ્યક્ત કર્યો છે. ફાઉન્ડેશને સદગુરુનો એક વિડિયો જાહેર કર્યો હતો જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ઈશા ફાઉન્ડેશને ઈન્સ્ટાગ્રામ પર સદગુરુ જગ્ગી વાસુદેવનો નવો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં સદગુરુ સર્જરી બાદ હોસ્પિટલના બેડ પર મજાક કરતા જોવા મળ્યા હતા. સદગુરુ વીડિયોમાં કહી રહ્યા છે, “અપોલો હોસ્પિટલના ન્યુરોસર્જન મારું માથું કાપીને કંઈક શોધવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમને કંઈ મળ્યું નહીં. તે સંપૂર્ણપણે ખાલી હતું. આખરે તેઓએ હાર માની લીધી અને પછી તે પહેલાની જેમ જ થઈ ગયું. હું અહીં છું. દિલ્હીમાં, મારા માથા પર પેચ છે પરંતુ મને કોઈ નુકસાન થયું નથી.
https://www.instagram.com/reel/C4vJDTkO0uk/?utm_source=ig_embed&ig_rid=9e70aed2-6aa6-4e04-8f78-f53ab4a2a2a9
ઈશા ફાઉન્ડેશન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી ગંભીર માથાનો દુખાવોથી પીડાઈ રહ્યા છે. ગંભીર માથાનો દુખાવો હોવા છતાં, તેમણે તેમનો કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને 8 માર્ચ 2024 ના રોજ રાત્રે મહાશિવરાત્રીની મોટાપાયે ઉજવણીનું આયોજન પણ કર્યું. 14 માર્ચની બપોર સુધીમાં, જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા, ત્યારે માથાનો દુખાવો ગંભીર થઈ ગયો હતો. “એપોલો હોસ્પિટલ, દિલ્હીના ડૉ. વિનીત સૂરીની સલાહ પર, સદગુરુએ તરત જ MRI કરાવ્યું, જેમાં મગજની અંદર મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ થયો હોવાનું બહાર આવ્યું,” ફાઉન્ડેશને જણાવ્યું હતું.

ઈશા ફાઉન્ડેશન વતી, એવું કહેવામાં આવ્યું હતું કે સદગુરુએ તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ 17 માર્ચે તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેણે તેના ડાબા પગમાં નબળાઈ અને સતત ઉલ્ટીઓ સાથે ગંભીર માથાનો દુખાવોની ફરિયાદ કરી. સદગુરુના સીટી સ્કેનથી જાણવા મળ્યું કે તેમના માથામાં સોજો વધી ગયો હતો. માથામાં ઈન્ટરનલ બ્લીડિંગના કારણે ઈમરજન્સી બ્રેઈન સર્જરી કરવી પડી હતી. હાલમાં સદગુરુને સર્જરી બાદ વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Mahashivratri 2024/ મહાશિવરાત્રી પર ઇશા યોગ કેન્દ્ર ખાતે ‘એ નાઈટ વિથ શિવ’ કાર્યક્રમનું આયોજન
આ પણ વાંચો: Breaking News Earthquake/મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભકૂંપથી ધરા ધ્રુજી, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા
આ પણ વાંચો: sanjay raut/સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- જનતા જવાબ આપશે
