ભારત સરકારે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 18 કરોડ રસી ડોઝ આપ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આજે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 17,93,57,860 રસી ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 16,89,27,797 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાં વેસ્ટેજ પણ શામેલ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1,04,30,063 રસી ડોઝ હજી પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 9,24,910 રસી ડોઝ આપવામાં આવશે.
રસીકરણની માહિતી
મહારાષ્ટ્રને 1,82,52,450 ડોઝ મળ્યા અને 1,75,33,889 ડોઝ અપાયા છે, જેમાં વેસ્ટેજ થયેલા ડોઝ પણ સામેલ છે. હવે 7,18,561 રસી ડોઝ બાકી છે.
ઉત્તર પ્રદેશમાં 1,51,31,270 ડોઝ મળ્યા છે અને 1,38,60,390 ડોઝ વેસ્ટજ સહિત આપવામાં આવ્યા છે. હવે 12,70,880 રસી ડોઝ બાકી છે.
રાજસ્થાનને 1,47,37,360 ડોઝ મળ્યા છે અને વેસ્ટજ સહિત 1,46,17,780 ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં 1,48,70,490 ડોઝ મળ્યા છે અને 1,38,29,983 ડોઝ વેસ્ટજ સહિત આપવામાં આવ્યા છે. હવે 10,40507 રસી ડોઝ બાકી છે.
પશ્ચિમ બંગાળને 1,20,83,340 ડોઝ મળ્યા છે અને 1,22,97,897 ડોઝ વેસ્ટજ સહિત આપવામાં આવ્યા છે.
કર્ણાટકમાં 1,09,28,279 ડોઝ મળ્યા છે અને 1,05,16,139 ડોઝ વેસ્ટજ સહિત આપવામાં આવ્યા છે. હવે 4,12,131 રસી ડોઝ બાકી છે.
મધ્યપ્રદેશમાં 94,79,720 ડોઝ પ્રાપ્ત થયા છે અને 88,19,869 ડોઝ વેસ્ટજ સહિત આપવામાં આવ્યા છે. હવે 6,59,851 રસી ડોઝ બાકી છે.
બિહારમાં 87,65,820 ડોઝ મળ્યા છે. અને 81,37,652 ડોઝ આપવામાં આવ્યા છે. હવે 6,28,168 રસી ડોઝ બાકી છે.
કેરળમાં 78,97,790 ડોઝ મળ્યા છે અને વેસ્ટેજ સહિત 79,34,260 ડોઝ આપવામાં આવ્યા છે.
તમિળનાડુને 76,43,010 ડોઝ પ્રાપ્ત થયા છે અને 67,64,573 ડોઝ આપવામાં આવ્યા છે. હવે 8,78,437 રસી ડોઝ બાકી છે.
દિલ્હીને 41,22,310 ડોઝ મળ્યા છે અને વેસ્ટજ સહિત 36,77,352 ડોઝ આપવામાં આવ્યા છે. હવે બાકી 4,44,958 રસી ડોઝ બાકી છે.
રસીના વેસ્ટેજની વાત કરીએ તો હરિયાણામાં 6.49%, આસામમાં 5.9૨%, રાજસ્થાનમાં 5.68%, મેઘાલયમાં 5.67%, બિહારમાં 5.2૦%, મણિપુરમાં 5.19%, પંજાબમાં4.94%, તામિલનાડુમાં 4.13 ,દાદરા નગર હવેલીમાં 4.85%, નાગાલેન્ડમાં 3.36 ટકા રસી ડોઝનો બગાડ થયો છે.
