National news ભારતે પાકિસ્તાનના ઘણા આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ્સ અને ડ્રોનથી હુમલા કર્યા છે. ભારતે હવે પાકિસ્તાનની ઘણી સૈન્ય છાવણીઓને નિશાને લીધી છે. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાઈઝ ઉમર ફારુકે શુક્રવારના રોજ મોટી અપીલ કરી છે. કશ્મીરી નેતા મીરવાઈઝ ઉમર ફારુકે ભારત અને પાકિસ્તાન બંને દેશોને પરિસ્થિતિ સામાન્ય કરવાની અપીલ કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખેલી એક પોસ્ટમાં હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાઈઝે કહ્યું કે, હું બંને દેશને તાત્કાલિક તણાવને ઓછો કરવા અને ખતરનાક રસ્તે ન ચાલવા માટે આગ્રહ કરુ છું. જે ફક્ત વિનાશ તરફ લઈ જઈ શકાય છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશના લોકો ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાલી રહેલા સંઘર્ષનું પરિણામ ભોગવી રહ્યા છે.
તેની સાથે જ આગળ તેમણે જણાવ્યું કે, જેમ જેમ યુદ્ધ આગળ વધી રહ્યું છે. તેના લીધે કિમતી જીવનનું નુકસાન થઈ રહ્યું છે. અમારા હ્રદયમાં ઉંડુ દુ:ખ અને ચિંતા છે. દુર્ભાગ્ય સાથે જ્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તો તેનું પરિણામ મુખ્ય રુપથી જમ્મુ અને કાશ્મીરના લોકોને ભોગવું પડે છે. એલઓસી પાર લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. કેમક કે, તેમનું જીવન, આશ્રય અને આજીવિકાનુ નુકસાન વ્યક્તિગત નુકસાનના રુપમાં જોઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલથી પહેલગામ નરસંહારના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓ પર કરાયેલા હુમલા પછી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો ખાતમો
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર નામ શા માટે પસંદ કરવામાં આવ્યું?
આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક
