Not Set/ #ICC World Cup: વરસાદ બન્યો વિલન, ભારતને મળી શકે છે આ ટાર્ગેટ

માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર મંગળવારનાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદ પડતા મેચ હાલ થંભી ગઇ છે અને મેચ અટકાઇ ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 46.1 ઑવરમાં 5 વિકેટે 211 હતો. રોસ ટેલર 67 રન અને ટૉમ લેથમ 3 રન બનાવીને રમી રહ્યા છે. આપને જણાવી દઇએ […]

Top Stories Sports

માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર મંગળવારનાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદ પડતા મેચ હાલ થંભી ગઇ છે અને મેચ અટકાઇ ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 46.1 ઑવરમાં 5 વિકેટે 211 હતો. રોસ ટેલર 67 રન અને ટૉમ લેથમ 3 રન બનાવીને રમી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડે આ મેચમાં ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતીય બૉલરો સામે ન્યૂઝીલેન્ડ સારી બેટિંગ કરી શક્યું નહીં અને તેની રમત ઘણી જ ધીમી રહી હતી. હવે જો વરસાદ રોકાય નહી અને ફરી ન્યૂઝીલેન્ડને બેટીંગ કરી 50 ઓવર રમવાની તક નથી મળતી, તો ભારતને ડકવર્થ લુઇસ સિસ્ટમ પ્રમાણે 46 ઑવરમાં 237 રનનો ટાર્ગેટ મળશે. વરસાદ થોડાક સમય માટે રોકાય છે તો ભારતીય ઇનિંગની કેટલીક ઑવર્સ ઓછી કરવામાં આવશે અને ડીએલએસ પ્રમાણે ભારતને 20 ઑવરમાં 148 રનનો ટાર્ગેટ મળશે. ત્યારે ભારતની પારીમાંથી કેટલી ઓવર ઓછી થાય છે તે પ્રમાણે ભારતને આ મુજબનો ટાર્ગેટ આપવામા આવશે.

ટીમ ઇન્ડિયાને આ લક્ષ્યો મળશે 

  • 46 ઓવર, 237 રન
  • 40 ઓવર, 223 રન
  • 35 ઓવર, 209 રન
  • 30 ઓવર, 192 રન
  • 25 ઓવર, 172 રન
  • 20 ઓવર, 148 રન

સેમિ-ફાઇનલની મેચો માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યો છે.  વર્લ્ડ કપ-19માં પૂર્વની રેકોર્ડ બ્રેક મેચો વરસાદે ધોઇ નાખી છે. ત્યારે સેમિ-ફાઇનલની મેચો માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો કે આ અંતિમ ઉપાય હશે. અને આજે છેલ્લે છોડેલી રમતથી જ કાલે પણ મેચ શરુ કરવામા આવે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

Actress “Prachi Desai” ના Team India માટે “ગુજરાતી બોલ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.