સામગ્રી :-
250 ગ્રામ પનીર
1 વાટકી સમારેલા ટામેટાં
2 સમારેલી ડુંગળી
6 થી 8 કાજુ
1 ચમચી આદુ ની પેસ્ટ
1 તમાલપત્ર
2 સમારેલા મરચા
1/2 કસ્તુરી મેથી
1/4 ગરમ મસાલો
1/4 હળદર
1 ચમચી ધાણાજીરું ,લાલ મરચું
1/2 તાજી ક્રીમ
1/2 કપ પાણી
3 ચમચી તેલ
2 ચમચી સમારેલી કોથમીર
મીઠું સ્વાદ મુજબ
બનાવવાની રીત :-
કાજુને મિક્સરમાં પીસી લો અને આદુ મરચાંની પેસ્ટ બનાવી લો. ટામેટાં અને ડુંગળીની ગ્રેવી બનાવી લો.
પનીર ના એક સરખાં ટુકડાં કરી તેને તળી લો.
એક કડાઈ લો. તેમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખો ત્યારબાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ નાંખી સાંતળો ત્યારબાદ એમાં ડુંગળીની પેસ્ટ નાખી 2 થી 3 મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી એડ કરો અને તેને પણ 2 થી 3 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં કાજુ ની બનાવેલી પેસ્ટ નાખી ને બરાબર મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં હળદર,લાલ મરચું,ગરમ મસાલો, ધાણાજીરું અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.પછી તેમાં 1/2 કપ પાણી નાખી 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવું ત્યારબાદ તેમાં પનીર ના ટુકડા નાખો અને કસ્તુરી મેથી નાખી બરાબર મિક્સ કરી દેવું ત્યારબાદ તેને 3 મિનિટ ઉકળવા દેવું પછી તેમાં ક્રીમ નાખી બરાબર મિક્સ કરી લેવું ત્યારબાદ ગેસ બંધ કરીને કોથમીર વડે ડેકોરેટ કરીને પીરસવું.
