Not Set/ ગ્લોબલ ટી-20 લીગ : યુવરાજ સિંહ એકવાર ફરી થયો ઘાયલ, ફેન્સ થયા નિરાશ

ટીમ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હાલમાં કેનેડા ગ્લોબલ ટી-20 લીગમાં ટોરોન્ટો નેશનલનો નેતૃત્વ કરી રહ્યા છે. ટોરોન્ટો નેશનલ્સનાં કેપ્ટન, યુવીએ તાજેતરમાં કેટલીક શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી અને ફેન્સને તેમના મુરિદ બનાવ્યા હતા. કંઈક આવું જ કરવાના હેતુએ તે રવિવારે પણ બેટિંગ કરવા મેદાને ઉતર્યો હતો. જો કે, યુવરાજ પોતાનો જાદુ આ મેચમાં યથાવત રાખી […]

Uncategorized

ટીમ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હાલમાં કેનેડા ગ્લોબલ ટી-20 લીગમાં ટોરોન્ટો નેશનલનો નેતૃત્વ કરી રહ્યા છે. ટોરોન્ટો નેશનલ્સનાં કેપ્ટન, યુવીએ તાજેતરમાં કેટલીક શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી અને ફેન્સને તેમના મુરિદ બનાવ્યા હતા. કંઈક આવું જ કરવાના હેતુએ તે રવિવારે પણ બેટિંગ કરવા મેદાને ઉતર્યો હતો. જો કે, યુવરાજ પોતાનો જાદુ આ મેચમાં યથાવત રાખી શક્યો નહીં અને કોઈ જ રન બનાવ્યા વિના મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. યુવરાજને પીઠનો દુખાવો શરૂ થઇ ગયો હતો, ત્યારબાદ તે રિટાયર્ડ હર્ટ થઇ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો.

આ ઘટના ઇનિંગ્સની આઠમી ઓવરની છે. ટોરોન્ટો નેશનલ્સે આઠમી ઓવરનાં બીજા બોલમાં હેનરિચ ક્લાસેન (20) નાં રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે તેનો સ્કોર ત્રણ વિકેટ પર 73 રન હતો. કેપ્ટન યુવરાજ સિંહ ક્લાસેનનાં આઉટ થયા બાદ બેટિંગ કરવા મેદાને આવ્યો હતો. ફવાદ અહેમદનાં પહેલા બોલને યુવરાજ સિંઘ સમ્માન આપતા છોડી દીધો હતો અને કોઈ રન લીધો ન હતો. યુવરાજસિંહ તે પછીનાં બોલ પર સ્વીપ શોટ રમ્યો, પરંતુ ત્યારબાદ તેને પીઠનો દુખાવો શરૂ થઇ ગયો. દુખાવો યુવીથી સહન ન થયો અને તેણે મેદાનની બહાર જવાનુ નક્કી કર્યું.

અપને જણાવી દઈએ કે, યુવીએ તાજેતરમાં બ્રેંપ્ટન વોલ્વ્સ સામે આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેણે 231.81 નાં સ્ટ્રાઇક રેટથી માત્ર 22 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેણે ધમાકેદાર બેટિંગ કરતા છક્કા અને ચોક્કાનો વરસાદ કરી દીધો હતો. ધમાકેદાર બેટિંગ કરતા યુવીએ અડધી સદી પૂરી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિની ઘોષણા કરતી વખતે યુવીએ કહ્યું હતું કે, હવે તે આગળ તેની ક્રિકેટનો આનંદ માણવા માંગે છે અને ગ્લોબલ ટી-20 લીગમાં તે તેને ખૂબ સારી રીતે સાબિત કરવામાં સફળ રહ્યો છે. જો કે  હવે ક્રિકેટ ચાહકો યુવરાજ સિંહની ઈજા અંગે અપડેટ્સની રાહ જોઈ રહ્યા છે. તેના ચાહકો ઈચ્છશે કે કેપ્ટન યુવરાજ સિંહ ટૂર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખે જેથી તેઓ તેની બેટિંગનો ભરપૂર આનંદ લઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.