Not Set/ આ સ્ટાર્સે છૂટાછેડા માટે ચૂકવી આટલી મોટી રકમ…!

ઋત્વિક રોશન 380 કરોડ, આમિર ખાન 50 કરોડ કર્યા, સૈફે અમૃતાને 5 કરોડ ચૂકવ્યા હતા.

Entertainment
શાકભાજી 3 2 આ સ્ટાર્સે છૂટાછેડા માટે ચૂકવી આટલી મોટી રકમ...!

ફિલ્મી દુનિયાની વાત જ નિરાળી છે. અહીં લગ્ન પણ કરોડોમાં અને છુટાછેડા પણ કરોડોમાં થતા જોવા મળે છે. ઘણા બધા સ્ટાર્સે પોતાની પત્નીને છૂટાછેડા સાથે કરોડો રૂપિયાની રકમ આપી છે. તો સાથે અનેક સવલતો પણ આપી છે.

શાકભાજી 3 3 આ સ્ટાર્સે છૂટાછેડા માટે ચૂકવી આટલી મોટી રકમ...!

આમિર ખાન-રીના દત્તા: આમિર ખાને 2002માં તેની પહેલી પત્ની રીના દત્તાથી છૂટાછેડા લીધા હતા. આ છૂટાછેડાને બદલે આમિરે રીનાને મોટી રકમ ચૂકવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમિરે તેને 50 કરોડ રૂપિયા આપ્યા હતા.

શાકભાજી 3 4 આ સ્ટાર્સે છૂટાછેડા માટે ચૂકવી આટલી મોટી રકમ...!

ઋત્વિક રોશન-સુઝાન ખાન: ઋત્વિકે 2014 માં પત્ની સુઝાન ખાન સાથે પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઋત્વિકે સુઝાનને 340 કરોડ રૂપિયા આપ્યા હતા. તે બોલીવુડમાં અત્યાર સુધીમાં જોવા મળેલા સૌથી મોંઘા છુટાછેડા પૈકીનું એક હતું.

શાકભાજી 3 5 આ સ્ટાર્સે છૂટાછેડા માટે ચૂકવી આટલી મોટી રકમ...!

સૈફ અલી ખાન-અમૃતા સિંહ: સૈફનું 2003 માં અમૃતા સાથે છૂટાછેડા થઈ ગયા. તેમના લગ્ન 13 વર્ષમાં તૂટી પડ્યા, જેના બદલામાં સૈફે અમૃતાને 5 કરોડની રકમ ચૂકવી હતી. આ વાતનો ખુલાસો સૈફે પોતે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.

શાકભાજી 3 6 આ સ્ટાર્સે છૂટાછેડા માટે ચૂકવી આટલી મોટી રકમ...!

અરબાઝ ખાન-મલાઈકા અરોરા: અરબાઝ અને મલાઈકાના લગ્ન 1998 માં થયા હતા પરંતુ 2017 માં બંનેના પરસ્પર સંમતિથી છૂટાછેડા થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઇકાએ છૂટાછેડાના બદલામાં અરબાઝ પાસેથી 10-15 કરોડની માંગ કરી હતી.

શાકભાજી 3 7 આ સ્ટાર્સે છૂટાછેડા માટે ચૂકવી આટલી મોટી રકમ...!

કરિશ્મા કપૂર-સંજય કપૂર: કરિશ્મા કપૂરે 2003 માં ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. 2016 માં, બંનેએ 13 વર્ષના લગ્ન તોડી નાખ્યા હતા. છૂટાછેડાને બદલે સંજયે કરિશ્માને તેના પિતાના પૂર્વજોના મકાનમાં આપ્યું હતું. આ સાથે તેમણે બાળકોના નામે 14 કરોડના બોન્ડ આપ્યા હતા, જેના બદલામાં કરિશ્માને 10 લાખ રૂપિયા માસિક વ્યાજ પણ મળે છે.