Viral Video/ લડી રહ્યા હતા પતિ-પત્ની, બાલ્કનીની રેલિંગ તૂટી અને… : VIDEO

એકબીજા સાથે ઝઘડતા કપલ સાથે અકસ્માત સર્જાયો. લડાઈ લડતા તે ઘરના બીજા માળની બાલ્કનીમાંથી નીચે પડી ગયા. 25 ફૂટની ઊંચાઈએથી પડી જવાથી તેમને ગંભીર ઈજાઓ થઈ છે. દંપતીને…

Ajab Gajab News Trending Videos
Couple fell from building

Couple fell from building: એકબીજા સાથે ઝઘડતા કપલ સાથે અકસ્માત સર્જાયો. લડાઈ લડતા તે ઘરના બીજા માળની બાલ્કનીમાંથી નીચે પડી ગયા. 25 ફૂટની ઊંચાઈએથી પડી જવાથી તેમને ગંભીર ઈજાઓ થઈ છે. દંપતીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ખતરાની બહાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/CatchUpNetwork/status/1628064543560830979

મેટ્રો યુકેના સમાચાર અનુસાર, 35 વર્ષીય ઓલ્ગા વોલ્કોવા અને એવજેની કારલાગિન રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં રહે છે. હાલમાં જ તેમની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો શરૂ થયો હતો. થોડી જ વારમાં આ દલીલ મારામારીમાં ફેરવાઈ ગઈ. લડતા લડતા તે બીજા માળે સ્થિત પોતાના ઘરની બાલ્કનીમાં આવ્યા અને ત્યાંથી નીચે પડી ગયા. દંપતીનું ઘર રોડની બાજુમાં આવેલું છે. એક વટેમાર્ગુએ તેનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કપલ બાલ્કનીની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે પેવમેન્ટ પર પડી ગયું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે શનિવારે સવારે લગભગ 10 વાગ્યે દંપતી ઘરની બાલ્કનીમાં ઝઘડો કરી રહ્યા હતા. પછી થોડી વારમાં બંને બાલ્કનીમાંથી પડી ગયા. અમે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને હોસ્પિટલ લઈ ગયા. હાલ બંને ખતરાની બહાર છે. જોકે, અકસ્માતમાં તેમના બંને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે.

આ દરમિયાન સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ પ્રોસિક્યુટર ઑફિસ તપાસ કરી રહી છે કે શું બાલ્કની રિપેર કરી શકાય તેવી હતી. જો બિલ્ડીંગ નબળી હોવાનું જણાય તો કેસ ચલાવી શકાય છે. કારણ કે આ ઈમારત સેન્ટ પીટર્સબર્ગના ઐતિહાસિક સ્થળ પર છે અને કહેવાય છે કે તે 1833ની છે.

આ પણ વાંચો: રખડતા ઢોર/અમદાવાદમાં રખડતા ઢોરે લીધો વધુ એક જીવ, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુનો