Husband Stabs wife/ રાજકોટમાં પત્ની અને પુત્રીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતો પતિ

શંકા વ્યક્તિનું માનસ કેવું કરી નાખે છે તેનો વધુ એક બનાવ રાજકોટમાં બહાર આવ્યો છે. એક ક્રૂર પતિએ પત્નીના મોબાઇલમાં પોર્ન વિડીયો હોવાની શંકાએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ફક્ત એટલું જ નહી પણ વચ્ચે પડેલી પુત્રીને પણ તેણે તીક્ષ્ણ હથિયારથી ઇજા પહોંચાડી હતી. પોલીસે આ શંકાશીલ પતિ હરેશ ભૂપતકરની અટકાયત કરી છે.

Top Stories Gujarat Rajkot
Stabbing રાજકોટમાં પત્ની અને પુત્રીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતો પતિ

રાજકોટઃ શંકા વ્યક્તિનું માનસ કેવું કરી Husband Stab Wife નાખે છે તેનો વધુ એક બનાવ રાજકોટમાં બહાર આવ્યો છે. એક ક્રૂર પતિએ પત્નીના મોબાઇલમાં પોર્ન વિડીયો હોવાની શંકાએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ફક્ત એટલું જ નહી પણ વચ્ચે પડેલી પુત્રીને પણ તેણે તીક્ષ્ણ હથિયારથી ઇજા પહોંચાડી હતી. પોલીસે આ શંકાશીલ પતિ હરેશ ભૂપતકરની અટકાયત કરી છે.

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ-ટુમાં રહેતા મહિલા પર તેના પતિએ તારા ન્યુડ વિડીયો વાઇરલ થયા છે તેવા ખોટા આરોપ લગાવી મધરાત્ર સોયાના આડેઘડ ઘા ઝીંક્યા હતા. માને મારવામાં Husband Stab Wife આવતા જોઈને પુત્રીએ પણ પિતાને અટકાવવાનો પ્રયત્ન કરતા પિતાએ પુત્રીને ગંભીર ઇજા પહોંચાડી હતી. તેના પગલે બંનેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર પ્રકરણમાં મળતી વિગત મુજબ ગીતાબહેન હરેશભાઈ ભૂપતકર મધરાત્ર તેમના ઘરે સૂતા હતા ત્યારે તેમના પતિ હરેશ ચીમનભાઈએ તેમના સાથે ઝગડો કર્યો હતો. તેમના પત્ની પર ગંભીર આરોપો લગાવીને કહ્યું કે તારા બોયફ્રેન્ડ સાથેનો ન્યુડ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે તેમ કહી શંકા કરતીને જગડો કરતા સુયાના આડેધડ ઘા ઝીંક્યા હતા અને માને બચાવવા વચ્ચે પડેલી પુત્રી અનુશ્રીને પણ સૂયાના ઘાં ઝીક્યા હતા.

તેના પછી માતાએ પુત્રને ફોન કરીને ઘરે બોલાવતા Husband Stab Wife બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગીતાબેનને સંતાનમાં એક દીકરી અને દીકરો છે. બનાવ બન્યો ત્યારે પુત્રને પરીક્ષા પૂરી થઈ હોવાથી તે મિત્ર સાથે બહાર ગયો હતો.

અગાઉ બે વખત તેમણે પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રાસ અને મારઝૂડ અંગે અરજી કરી છે. તે વખતે પોલીસે સમાધાન કરાવ્યું હતું. આઠેક દિવસ પહેલા પત્નીએ તેમને મોબાઇલ પણ લઈ આપ્યો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે 324ની કલમ હેઠળ ગુનો નોંધીની પતિની ધરપકડ કરી છે.

દાંપત્યજીવનમાં શંકાને ઝેર કહ્યું છે તે વાત જરા Husband Stab Wife પણ ખોટી નથી. પત્ની કે પતિ બંનેમાંથી કોઈપણ દ્વારા કરવામાં આવતી શંકા જીવનને ઝેર જેવું કરી નાખે છે. પોલીસે આ શંકાશીલ પતિની ધરપકડ કરી, પણ શું તેને ફક્ત પોલીસમાં રાખવાથી વાત પૂરી થઈ જશે. પત્ની અને પુત્રીનું શું, તેમનું ભરણપોષણ કોણ કરશે, આ સિવાય પતિને પોલીસ કસ્ટડીમાં રાખવાથી તેની મનોસ્થિતિ સુધરશે કે બગડશે તેની કોઈને ખબર નથી.
હવે તેના પતિ પર શારીરિક હુમલા બદલ પોલીસ કેસ Husband Stab Wife તો થઈ ગયો અને જીવલેણ હુમલા બદલ સજા પણ થશે. પણ જે સ્ત્રીએ પતિ સાથે આટલો સમય ગુજાર્યો તે સ્ત્રી અને તેની પુત્રી હાલમાં બચી ગયા, પણ તેના જીવનનું શું, આ પ્રકારનો સ્વભાવ ધરાવનારી વ્યક્તિની પુત્રીના જીવનનું શું, કોણ તેનો હાથ થામશે. આ બધા સવાલના જવાબો નિરુત્તર છે. એક શંકાએ વ્યક્તિના લાંબા સમયના દાંપત્યજીવનને ક્યાં લાવીને મૂકી દીધું તેનું આ વરવું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે હમણા થોડા દિવસ પહેલા જ સાસુ-સસરા અને પતિએ પરીણિતાનો ન્યૂડ વિડીયો ઉતારતા હોવાનો કાંડ બહાર આવ્યો હતો. હવે આવો બીજો ઘૃણાસ્પદ બનાવ બહાર આવ્યો છે.

 

આ પણ વાંચોઃ A Unique Shiva Temple/  એક અનોખું શિવ મંદિર, જ્યાં માટી ખાવાથી સાપના ડંખની અસર ખતમ!

આ પણ વાંચોઃ ગજબ/ અહીં પતિના મૃત્યુ પછી કાપી નાખવામાં આવે છે પત્નીનો આ અંગ, જીવનભર તેના વિના રહે છે મહિલાઓ

આ પણ વાંચોઃ અજબ ગજબ ન્યૂઝ/ સમુદ્રના ઊંડાણમાં એલિયન! 20 હાથ અને સ્ટ્રોબેરી જેવું શરીર ધરાવતું પ્રાણી, વૈજ્ઞાનિકોના ઉડ્યા હોશ

આ પણ વાંચોઃ World Biggest Beggar/ ITએ પાડ્યો દરોડો અને 460 કરોડ રોકડા મળતા મળ્યો વિશ્વનો સૌથી અમીર ભીખારી

આ પણ વાંચોઃ ગજબ/ અવકાશમાંથી હિમાલય કેવો દેખાય છે? અવકાશયાત્રીએ મોકલ્યા ફોટો, તમે જોઈ..