તેલંગાણામાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા નંદેશ્વર ગૌરના પુત્ર આશિષ ગૌર વિરુદ્ધ મહિલા મોડેલ સાથે જાતીય સતામણીના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આશિષ ગૌર પર હૈદરાબાદના માધાપુરની એક હોટલમાં મહિલા મોડેલ સાથે જાતીય સતામણી માટે કેસ દાખલ કરાયો છે.
બિગ બોસ -૨ ની સ્પર્ધક રહી ચૂકેલી સંજનાએ આશિષ ગૌર સામે દુષ્કર્મ અને તેની સાથે હુમલો કરવાના મામલે ફરિયાદ નોંધાવી છે. સંજનાનો આરોપ છે કે પૂર્વ ધારાસભ્યના પુત્ર આશિષ ગૌરે શનિવારે રાત્રે એક હોટલમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
બિગ બોસ -૨ ની સ્પર્ધક સંજનાની ફરિયાદના આધારે સાયબરબાદની માધાપુર પોલીસે તેલંગણાના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય નંદેશ્વર ગૌરના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદના આધારે પોલીસ હોટલના સીસીટીવી ફૂટેજ દ્વારા કેસની તપાસ કરી રહી છે.
Telangana: Case registered against Ashish Goud, son of former MLA and BJP leader Nandeshwar Goud, over alleged sexual harassment of a woman model, at a hotel in Madhapur, Hyderabad, today.
— ANI (@ANI) December 1, 2019
સંજનાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે તે તેના મિત્રો સાથે હોટલના એક ખૂણામાં ઉભી હતી અને સંગીત સાંભળી રહી હતી. ત્યારબાદ આશિષ ગૌર નામનો શખ્સ તેના બે મિત્રો સાથે આવ્યો હતો અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ગૌરે પણ મારો હાથ પકડ્યો, મારા મિત્રો પર બૂમ પાડી અને વ્યભિચારી ભાષા વાપરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
