શતરંજ/ હું રાજકારણમાં જોડાઈશ નહીં : અંતે નરેશ પટેલની જાહેરાત

કેટલાક આગેવાનો પણ તેમના આ નિર્ણયથી નાખુશ થયા છે.પરંતુ કેટલાક લોકોએ નરેશ પટેલના આ નિર્ણયને વખાણ્યો છે.

Top Stories Gujarat Others
નરેશ પટેલ

પાટીદાર આગેવાન અને ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે અંતે રાજકારણમાં જોડાવાની સ્પષ્ટ ના કહી છે. પટેલનાં આ નિર્ણય સાથે જ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. જો કે રાજકારણમાં કોઈ નિર્ણય કે નિવેદન કાયમી હોતા નથી એટલે ભવિષ્યમાં નરેશ પટેલનું રાજકારણમાં જોડાવું કે કેમ તે માત્ર તેઓ જ કહી શકે પરંતુ હાલ પુરતી તો નરેશ પટેલે રાજકારણમાં જોડાવાની મનાઈ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તેવી શક્યતાઓ વધુ જોવા મળતી હતી ત્યારે નરેશ પટેલના રાજકારણથી દૂર રહેવાના નિર્ણયથી કોંગ્રેસને મોટો ફટકો પડે તેવી ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે તો બીજી તરફ ભાજપના કેટલાક આગેવાનો પણ તેમના આ નિર્ણયથી નાખુશ થયા છે.પરંતુ કેટલાક લોકોએ નરેશ પટેલના આ નિર્ણયને વખાણ્યો છે.

જે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ રાજનીતિમાં જોડાશે નહિ એવી જાહેરાત કરીએ હતી. નરેશ પટેલે જણાવ્યું છે કે, ખોડલધામમાં રહીને જ તેઓ સમાજ સેવા કરશે સાથે સાથે એમ પણ કહ્યું હતું કે મારા પર કોઈ પોલિટિકલ પ્રેશર નથી. ઘણા લોકો મળવા આવ્યા પણ પ્રેશર નહોતું. જોકે સોનિયા ગાંધી અંગેના પ્રશ્નનો જવાબ આપવાનું નરેશ પટેલે ટાળ્યું હતુ. તેમજ કોંગ્રેસમાંથી CM અંગેના સવાલને નરેશ પટેલ માર્મિક જવાબ આપી દીધા હતા ઉપરાંત ચોખવટ પણ કરી હતી કે પ્રશાંત કિશોર નથી આવતાં એટલે નથી જતો એવું નથી. નરેશ પટેલે તમામ સંસ્થાઓ અને સર્વે સમાજનો આભાર માન્યો છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, ખોડલધામ સંસ્થા વિશ્વસ્તરે પહોંચી છે. વડીલો કહે રાજનીતિમાં જોડાઓ. યુવાનો અને મહિલાઓ કહે કે રાજનીતિમાં જોડાઓ આથી તેઓ બધાની વાતને માન આપીને હાલ રાજકારણમાં જોડાશે નહિ.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં પેટ્રોલ 233 રૂપિયા પ્રતિ લીટર, એક દિવસમાં 24 રૂપિયાનો ભાવ વધારો