ગૌરવ દહિયાનાં આક્ષેપો બાદ આજે પીડિતાએ તેનો જવાબ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપ્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીડિતાએ ગૌરવ દહિયાનાં આરોપો પર જવાબ આપતા કહ્યુ કે, મારી પાસે લગ્નનાં તમામ પુરાવા છે. સાથે તેણે પોતાના બાળકનો ડીએનએ ટેસ્ટ કરવવાની પણ વાત કહી હતી. તેણે લગ્નનાં ફોટાની ફોરેન્સિક તપાસ કરવાની પણ માંગણી કરી હતી.
ગૌરવ દહિયા પર આરોપ લગાવતા પીડિતાએ કહ્યુ કે, જો તેઓ સાચા જ છે તો કેમ તેમને વકીલોનો સહારો લેવાની ફરજ પડી રહી છે. આપને જણાવી દઇએ કે આ પહેલા ગઇ કાલે એટલે કે ગુરુવારનાં રોજ ગૌરવ દહિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી લીનુ સિંહ પર આક્ષેપો લગાવ્યા હતા અને કહ્યુ હતુ કે, તે મારી પાસે 20 કરોડની માંગણી કરી રહી છે. જે માટે તે મને બ્લેક મેઇલ કરી રહી છે. દહિયાએ વધુમાં કહ્યુ કે, લીનુ સિંહ જે સંતાનની વાત કરે છે તે મારુ નથી. આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી દહિયાએ ઘણા આક્ષેપો લગાવ્યા. જેના સદર્ભે આજે લીનુ સિંહે ખુલાસા કરતા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. લીનુ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, મે ક્યારે 20 કરોડની માંગણી કરી નથી, પરંતુ તેણે મને છોડી દેવા માટે 20 કરોડની ઓફર આપી હતી.
લીનુ સિંહે વધુમાં કહ્યુ કે, જો સંતાનોનાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે તો દૂધનું દૂધ અને પાણીનુ પાણી થઇ જશે. સાથે તેણે કહ્યુ કે, જ્યા સુધી આ આરોપો સાબિત ન થાય ત્યા સુધી તે અહીયા જ રહેવા માંગે છે. વધુમાં તેણે કહ્યુ કે, મારી પાસે આ કેસ લડવાના પણ પૈસા નથી. જો કે તેણે સાથે તે વાત પર પણ ભાર આપતા કહ્યુ કે, મારી પાસે એ દરેક પુરાવા છે જે ગૌરવ દહિયાનો ચહેરો બેનકાબ કરવા માટે પુરતા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
